અમદાવાદ શહેરના ચાણક્યપુરી પાસે 31stની રાતે યુવકની હત્યા
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે લોકો નવા વરસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ચાણક્ય પૂરી વિસ્તારમાં આવેલા ડમરુ સર્કલ પાસે 2 બાઇક પર આવેલા 4 લોકોએ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે CCTV કેમેરામાં કેદ થયા હતાપથ્થરના ઘા ઝિંકી હત્યારાજેન્દ્ર નામના યુવકને ત્યાંથી બાઇક પર બેસાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે અવાવરૂ જગ્યા પર લાવીને માર મારવામાં આવ્યો હતો અને પથ્થરના ઘા ઝીંકીàª
Advertisement
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે લોકો નવા વરસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ચાણક્ય પૂરી વિસ્તારમાં આવેલા ડમરુ સર્કલ પાસે 2 બાઇક પર આવેલા 4 લોકોએ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે CCTV કેમેરામાં કેદ થયા હતા
પથ્થરના ઘા ઝિંકી હત્યા
રાજેન્દ્ર નામના યુવકને ત્યાંથી બાઇક પર બેસાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે અવાવરૂ જગ્યા પર લાવીને માર મારવામાં આવ્યો હતો અને પથ્થરના ઘા ઝીંકીને હત્યા પણ કરવામાં આવી હતી. રાજેન્દ્રની હત્યાનો કોઈને શંકા ના થાય તે માટે તેના મૃત દેહને 500 મીટર દૂર રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો.
હત્યા બાદ મૃતદેહને રેલવે ટ્રેક પર ફેંકી દીધો
મોડી રાત્રે રાજેન્દ્રની હત્યા કર્યા બાદ તેને રેલવે ટ્રેક પર તેના મૃત દેહને ફેંકી દેવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતાની સાથે રાત્રે 3 વાગ્યાની આસપાસ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તપાસ પણ કરવામાં આવી હતી. સોલા પોલીસ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે FSLની ટીમ ની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં ક્યાં પ્રકારની ઘટના બની તે દિશામાં FSL દ્વારા પુરાવા પણ એકત્રિત કર્યા છે.
પોલીસે તપાસ આદરી
સોલા વિસ્તારમાં રેલવે ફાટક પાસે મળી આવેલા મૃત દેહની ઓળખ થતા પોલિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. પરિવાર સાથે જ્યારે વાત કરી ત્યારે પરિવારને કોઈ વ્યક્તિ પર સંકા નથી અને અગાઉ રાજેન્દ્ર ને કોઈ સાથે જગડો પણ નથી થયો તેવું પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. હાલતો પોલીસે FSLના પુરાવા અને ડોગ સ્કોડની મદદ પણ લીધી હતી અને પોલીસ દ્વારા ચાણક્ય પૂરી વિસ્તારની આસપાસના પણ CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.