અમદાવાદમાં હની ટ્રેપમાં ફસાયો યુવક, યુવતીએ મળવા તો બોલાવ્યો પણ..
અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વાર હનીટ્રેપ (Honey Trap)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રેનમાં યુવતી સાથે યુવકની મિત્રતા થતા ફોન નંબરની આપલે થઈ હતી અને કચ્છના યુવકે અમદાવાદ આવીને યુવતીને મળવા બોલાવતા યુવતી મળવા તો આવી પરંતુ અચાનક બે શખ્સોએ આવીને યુવક સાથે મારમારી કરી તેના ભાઈનું અપહરણ કરી એક લાખ રૂપિયાની ખંડણી માગી હતી.આ મામલે પાલડી પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી વિક્રમ દાતાણીયા, નિતા દાતાણી
Advertisement
અમદાવાદ (Ahmedabad)માં ફરી એક વાર હનીટ્રેપ (Honey Trap)નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રેનમાં યુવતી સાથે યુવકની મિત્રતા થતા ફોન નંબરની આપલે થઈ હતી અને કચ્છના યુવકે અમદાવાદ આવીને યુવતીને મળવા બોલાવતા યુવતી મળવા તો આવી પરંતુ અચાનક બે શખ્સોએ આવીને યુવક સાથે મારમારી કરી તેના ભાઈનું અપહરણ કરી એક લાખ રૂપિયાની ખંડણી માગી હતી.
આ મામલે પાલડી પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી વિક્રમ દાતાણીયા, નિતા દાતાણીયા અને મોહમદ શહેજાદ પટેલ નામના આરોપીઓને ઝડપી યુવકને અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો છે.
ટ્રેનમાં યુવતીનો થયો પરિચય
ચોંકાવી દે તેવા આ કિસ્સામાં કચ્છના ગાંધીધામ ખાતે રહેતા રવિભાઈ આદિવાલ નામનાં 23 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. 6 મહિના પહેલા રવિ આદિવાલ અમદાવાદના મેઘાણીનગરમાં કલાપીનગર ખાતે રહેતા નાના-નાનીને ત્યા આવ્યા હતા અને બે દિવસ રોકાઈને ટ્રેન મારફતે ગાંધીધામ જવા નિકળ્યા હતા ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનથી તેઓની સાથે એક પરિવાર ટ્રેનમાં ચઢયો હતો. જે પરિવાર સાથે વાતચીત થતા નીતા નામની યુવતી સાથે તેઓની ઓળખાણ થઈ હતી અને યુવતીએ પોતે રિવરફ્રન્ટ નજીક રહેતી હોવાનું જણાવી અમદાવાદ આવો તો ફોન કરવાનુ કહીને નંબરની આપ-લે કરી હતી..
ફોન પર અવાર નવાર થતી વાતચીત
જે બાદ રવિ આદિવાલ અને નીતા વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. 5 મહિના પહેલા ફરિયાદી અમદાવાદ આવ્યા હતા ત્યારે તેઓને નીતા નામની યુવતીને ફોન કરતા બન્ને સિવિલ હોસ્પિટલ નજીક મળ્યા હતા. હાલમાં જ રવિ આદિવાલની સગાઈ રાજસ્થાનના ગંગાપુર ખાતે થઈ હોવાથી તે માતાપિતા અને પરિવાર સાથે ગંગાપુર ગયા હતા અને દિવાળી કરીને 29મી ઓક્ટોબરના રોજ નાના-નાનીના ઘરે મેધાણીનગર આવ્યા હતા.
પાલડી મળવાનું નક્કી કર્યું
યુવકના માસી બુટભવાની ખાતે રહેતા હોવાથી ફરિયાદી નાના ભાઈ સાથે માસીને મુકવા બુટભવાની ગયો હતો.તે સમયગાળા દરમિયાન રવિ આદિવાલને નીતાનો ફોન આવતા ફરિયાદીએ પોતે અમદાવાદ આવ્યો હોવાનુ જણાવતા બન્નેએ સાંજના સમયે પાલડી ચાર રસ્તા માટે મળવાનું નક્કી કર્યું હતું.
પોલીસે તપાસ શરુ કરી
નાના ભાઇનું બળજબરી અપહરણ કર્યું
સાંજના સાડા પાંચ વાગે ફરિયાદી રવિ આદિવાલ પોતાના નાના ભાઈ ઈશ્વર અને માસીના દિકરા સાથે માસીની એક્ટીવા લઈને પાલડી ખાતે નીતાને મળવા ગયો હતો.. જ્યાં પાલડી AMTS બસ સ્ટેન્ડ પર યુવતી ઉભી હોવાથી ફરિયાદી પોતાના બન્ને ભાઈઓને દૂર ઉભા રાખી પોતે યુવતીને મળવા ગયો હતો. બન્ને વાતચીત કરી રહ્યા હતા તે જ સમયે અચાનક બે યુવકો ત્યાં આવીને ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝધડો કરવા લાગ્યા હતા..જેથી નજીક જ ઉભેલા તેના બે ભાઈઓ તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જે સમયે રવિ આદિવાલ ત્યાંથી ભાગ્યો હતો અને પાછળ વળીને જોતા બન્ને શખ્સોએ તેના નાના ભાઈ ઈશ્વરને એક્ટીવા પર બળજબરીથી બેસાડી લઈ જતા નજરે પડ્યા હતા.
ભાઇને છોડાવવા 1 લાખની માગ
થોડા સમય બાદ યુવકને નાના ભાઈ ઈશ્વરના નંબરથી ફોન આવ્યો હતો અને સામેથી અજાણ્યા યુવકે પોતે વિક્રમ બોલે છે તેમ કહીને રવિ આદિવાલને નાના ભાઈના નંબર પર એક લાખ રૂપિયા ગુગલ પે કરી દે નહીં તો તારા ભાઈના હાથપગ તોડી નાખીશ તેવી ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. જોકે તે સમયે ફરિયાદી યુવકના માસી ત્યા આવી જતા આ મામલે પાલડી પોલીસને સંપર્ક કરી ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.