Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તંત્ર સજ્જ ગણેશ વિસર્જનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

આવતીકાલે જયારે બે વર્ષ બાદ ધામધૂમ સાથે ગણેશ વિસર્જન યોજાવા જઈ રહ્યું છે ત્યારે  અમદાવાદ જિલ્લા પોલીસ પણ કોઈપણ કાકરીચાળા કે કોમી તંગદિલી વગર ઉત્સાહ ઉમંગ સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ બંદોબસ્તમાં તહેનાત રહેશે . શહેરમાં આવતી કાલથી ગણેશ વિસર્જન શરૂ થયી રહ્યું છે .ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખડી બંદોબસ્ત રહશે. ગણેશ  વિસર્જન માટે 46 જà«
તંત્ર સજ્જ ગણેશ વિસર્જનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
Advertisement
આવતીકાલે જયારે બે વર્ષ બાદ ધામધૂમ સાથે ગણેશ વિસર્જન યોજાવા જઈ રહ્યું છે ત્યારે  અમદાવાદ જિલ્લા પોલીસ પણ કોઈપણ કાકરીચાળા કે કોમી તંગદિલી વગર ઉત્સાહ ઉમંગ સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ બંદોબસ્તમાં તહેનાત રહેશે . શહેરમાં આવતી કાલથી ગણેશ વિસર્જન શરૂ થયી રહ્યું છે .ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખડી બંદોબસ્ત રહશે. ગણેશ  વિસર્જન માટે 46 જેટલી મોટી શોભાયાત્રા  શહેરમાં નીકળશે સાથે વિસર્જન માટે 57 કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.શહેરમાં રહેનાર પોલીસ બંદોબસ્ત પર નજર કરીએ તો ..
તો આ બંદોબસ્તમાં 15 DCP ,20 ACP,65 PI,170 PSI બંદોબસ્તમાં હાજર રહેશે. જયારે 4200 પોલીસ કોસ્ટબલ બંદોબસ્તમા રહશે હાજર.તેમજ 11 SRP ની કંપની તેમજ 1 રેપીડ એક્શન ફોર્સની ટુકટી તહેનાત રહશે.જયારે હોમગાર્ડના 3450 જવાનો બંદોબસ્તમાં રહશે.
જોકે ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં કરી શકાશે નહીં. જે પણ વિસર્જન કરવા જશે તે લોકોને AMC ના વિસર્જન કુંડમાં ગણપતિ વિસર્જન કરવા પડશે. વિસર્જન વખતે કોઈ અઘટિત  ઘટના ના બને તે માટે દરેક વિસર્જન કુંડ પર AMC અને ફાયરની ટિમ તહેનાત રહશે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઇન્ટ ગોઢવામાં આવશે તેમજ નદી કિનારાના વિસ્તારમાં SRPની ટિમ તહેનાત રહેશે.
આમ કોઈ પણ જાતની ગણેશ વિસર્જન દરમ્યાન આ  અઘટિત ઘટના ન બને તે માટે  તમામ વિસ્તારમાં તેમજ નદી કિનારે ના વિસ્તારમાં પોલીસનો  ચુસ્ત બંદોબસ્ત રહેશે.
Tags :
Advertisement

.

×