Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે કોન્ટ્રાક્ટરની બબાલમાં નિર્દોષ હોમાયો, જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર રાહદારીની હત્યા કરાઈ

શહેરના જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરાતા ચકચારમચી ગઇ છે. બીલ્ડીગની રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો બાખડ્યા હતા. જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો હતો.કોન્ટ્રેક્ટરે જ ટક્કર મારીઆજે સવારે બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ યુવકો જઇ રહ્યા હતા ત્યારે બીજા કોન્ટ્રાક્ટરે કારàª
બે કોન્ટ્રાક્ટરની બબાલમાં નિર્દોષ હોમાયો  જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર રાહદારીની હત્યા કરાઈ
શહેરના જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરાતા ચકચારમચી ગઇ છે. બીલ્ડીગની રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો બાખડ્યા હતા. જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો હતો.
કોન્ટ્રેક્ટરે જ ટક્કર મારી
આજે સવારે બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ યુવકો જઇ રહ્યા હતા ત્યારે બીજા કોન્ટ્રાક્ટરે કારની ટક્કર મારી હતી. ત્રણેય જણા જમીન પર નીચે પડી જતા એક રાહદારી તેને બચાવવા માટે દોડી આવ્યો હતો. રાહદારી બચાવતો હતો ત્યારે કાર ચાલક કોન્ટ્રાક્ટરે ફરીથી તેમને અડફેટમાં લેવાની કોશિષ કરી હતી. જેમાં રાહદારીનું કરુણ મોત થયુ હતું.
રેતી ભરવા મામલે થઈ હતી માથાકૂટ
આ ઘટનાની જાણ થતાં પોલીસે પહેલા અકસ્માતની તપાસ કરી પણ આ અકસ્માત નહિ હત્યા હોવાનું સામે આવતા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ જેમાં  સામે આવ્યું કે પાલડી વિસ્તારમાં આવેલા સુવિધા સર્કલ પાસે સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ તથા રાજુ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકુટ થઇ હતી. બન્ને કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણી વખત રેતીનો કોન્ટ્રાક્ટ લેવા મામલે બોલાચાલી ચાલતી હતી. જેમાં  પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ થઇ હતી.
જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર મારી ટક્કર
બન્ને કોન્ટ્રાક્ટરોની બબાલનો ભોગ આજે નિર્દોષ વ્યકિત બન્યો. દશરથ ઓડ અને તેના સાગરીતે રાજુને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારીને હત્યા કરવા માટેનો પ્લાન કર્યો હતો. સવારે રાજુ વણઝારા તેના બે સાથીદારો સાથે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે દશરથ ઓડ અને તેનો સાગરીત કાર લઇને આવ્યા હતા અને બાઇકને ટક્કર મારી હતી. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારતા રાજુ અને તેના સાથદારો જમીન પર પડી ગયા હતા.
બચાવવા આવેલા રાહદારી પર કાર ચડાવી
ત્રણેય જણાને જમીન પર પડેલા જોઇએ અરવિદ ભાઈ ચૌહાણ નામના રાહદારી તેમને બચાવવા માટે દોડી ગયા હતા. અરવિદ ભાઈ આ રાજુ અને તેના સાથીદારોને ઉભા કરતા હતા ત્યારે દશરથ ફરીથી કાર લઇને આવ્યો હતો અને અરવિદભાઈ પર ચઢાવી દીધી હતી. અરવીંદભાઈનું ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે દશરથ અને તેનો સાગરીત નાસી છુટ્યો હતો. જેને લઈને વાસણા પોલીસે  હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. 
લાંબા સમયથી બબાલ ચાલતી હતી
આ બને પક્ષના લોકો વચ્ચે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. પાલડી પોલીસે પણ માત્ર સામાન્ય ફરિયાદ નોંધી કાર્યવાહીના નામે નાટક કર્યું. એમાં આરોપીઓને ખુલ્લો દોર મળી જતા બેફામ બન્યા અને તેમાં એકની હત્યાની અંજામ આપ્યો. હાલ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે આ માફિયાઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતે પણ તપાસ તેજ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.