Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નકલી પોલીસ બનીને પૈસા પડાવતો શખ્સ ઝડપાયો, આવી રીતે સામાન્ય લોકો કરતો ટાર્ગેટ

અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોની સાથે રૂપિયા પડાવતા એક શખ્શની ખાડિયા પોલીસે ધરપકડ કરી લીધી છે. ચાંદખેડામાં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા એક વૃદ્ધ સાથે એવો બનાવ બન્યો જેના કારણે તે પોતે હેબતાઈ ગયા હતા.હું પોલીસમાં છું.....આ સીનીયર સીટીઝન બસમાં બેસીને આણંદ થી અમદાવાદ આવ્યા હતા અને આસ્ટોડિયા પાસે ઉભા હતા તેવામાંજ એક શખ્શે વૃદ્ધની જોડે આવીને ઊંચા આવાજે કહ્યું કે, હું પોલીસમાં છું à
નકલી પોલીસ બનીને પૈસા પડાવતો શખ્સ ઝડપાયો  આવી રીતે સામાન્ય લોકો કરતો ટાર્ગેટ
અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકોની સાથે રૂપિયા પડાવતા એક શખ્શની ખાડિયા પોલીસે ધરપકડ કરી લીધી છે. ચાંદખેડામાં રહેતા અને નિવૃત્તિ જીવન જીવતા એક વૃદ્ધ સાથે એવો બનાવ બન્યો જેના કારણે તે પોતે હેબતાઈ ગયા હતા.
હું પોલીસમાં છું.....
આ સીનીયર સીટીઝન બસમાં બેસીને આણંદ થી અમદાવાદ આવ્યા હતા અને આસ્ટોડિયા પાસે ઉભા હતા તેવામાંજ એક શખ્શે વૃદ્ધની જોડે આવીને ઊંચા આવાજે કહ્યું કે, હું પોલીસમાં છું તમે છોકરીની છેડતી કરો છો અને તમારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. જેથી ગભરાઈ ગયેલા વૃદ્ધ બાઈક પર બેસી ગયા હતા અને થોડેક દુર એક બેંક ATM પાસે પોલીસના સ્વાંગમાં આવેલા વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને ઠપકો આપવાનું શરુ કરતા વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને કોઈપણ ભોગે છુટવા માંગતા હતા.
10 હજાર પડાવ્યા
પોલીસના સ્વાંગમાં આવીને લોકો પાસેથી રૂપિયા પડાવતો આ શખ્શ આજે પોલીસની ગિરફતમાં આવી ગયો છે અયુબ શાહ ઈબ્રાહીમ શાહ દીવાનની ખાડિયા પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ આ વખતે સીનીયર સીટીઝનને ટાર્ગેટ બનાવ્યા હતા જેમાં પોતાના સબંધીના આણંદ ખાતેના ઘરેથી અમદાવાદ આવ્યા હતા પોતાના ઘરે ચાંદખેડા જવા માટે આસ્ટોડિયા પાસે ઉભા હતા નકલી પોલીસ બનીને આવેલા અયુબ દીવાન વૃદ્ધને જોતાની સાથે જ કહ્યું કે હું પોલીસ માંથી આવું છું તમે કેમ છોકરીની છેડતી કરી છે તેમ કહીને ધમકવાવા લાગ્યો હતો અને આખરે કંટાળીને વૃદ્ધ વ્યક્તિએ રુપીયા 10,000 પડાવી લીધા હતા અને આરોપીએ વૃદ્ધ પાસેથી એટીએમ પણ પડાવી લીધા હોવાનો ફરિયાદમાં વર્ણન કરવામાં આવ્યું છે.
આવા અનેક કેસ નોંધાયા છે
પોલીસ કસ્ટડીમાં આવેલા અયુબ શાહ દીવાનને આજે અસલી પોલીસની કેવી રીતે કામ કરે છે તેની ઓળખ થઇ જશે, કારણકે અયુબ શાહ ઈબ્રાહીમ દીવાન શાહે નકલી પોલીસ બનીને લોકો સાથે રૂપિયા પડાવતો હતો આરોપી મૂળ વટવાનો રહેવાસી છે અને આ અગાઉ આરોપીએ વર્ષ 2019માં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આજ પ્રકારે ગુનો આચર્યો હતો અને વર્ષ 2012માં પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ આજ પ્રકારનો ગુનો નોંધાઈ ચુક્યો છે. મહત્વનું છે કે આરોપી અયુબ શાહ ઉર્ફે દીવાન અગાઉ પાસા હેઠળ ની સજા પણ ભોગવી ચુક્યો છે ત્યારે આરોપી વિરુદ્ધ હજી કેટલા ગુનાઓ નોંધાયા છે તેને લઈને તપાસનો ધમધમટ શરુ કરી દીધો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.