અમદાવાદની શિક્ષણ સમિતિની શાળાઓના 753 બાળકો કુપોષિત
અમદાવાદ (Ahmedabad) શહેર નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા જાન્યુઆરી 2022થી બાળકોનો સર્વે કરવાનો શરૂ કર્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં સ્કૂલ બોર્ડના 1 લાખ 68 હજાર વિદ્યાર્થીઓમાંથી 753 કુપોષિત બાળકો નીકળ્યા હતા.753 જેટલા બાળકો કુપોષિતAMC સંચાલિત સ્કૂલ બોર્ડમાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્ય તપાસમાં 753 જેટલા બાળકો કુપોષિત જણાયા એટલે કે ઉં
Advertisement
અમદાવાદ (Ahmedabad) શહેર નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા જાન્યુઆરી 2022થી બાળકોનો સર્વે કરવાનો શરૂ કર્યો હતો. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. જેમાં સ્કૂલ બોર્ડના 1 લાખ 68 હજાર વિદ્યાર્થીઓમાંથી 753 કુપોષિત બાળકો નીકળ્યા હતા.
753 જેટલા બાળકો કુપોષિત
AMC સંચાલિત સ્કૂલ બોર્ડમાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્ય તપાસમાં 753 જેટલા બાળકો કુપોષિત જણાયા એટલે કે ઉંમર કરતા શરીર અને વજન ઓછું જણાયું છે.જેને લઈને શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા સ્કૂલ બોર્ડ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
નિઃશુલ્ક સુપોષણ અભિયાન
પાલડી ખાતેના સ્કાઉટ ભવન ખાતે નિઃશુલ્ક સુપોષણ અભિયાન કરાયું શરૂ છે. હોમિયોપથીના 70 ડોકટર્સની ટીમ દ્વારા બાળકોને જરૂરી દવાઓ અને ડાયેટ પર ધ્યાન અપાઇ રહ્યું છે. વિદ્યાર્થીઓને દવાઓ અને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.