મોતના માંજાના વેપાર સામે પોલીસની લાલઆંખ, અમદાવાદમાં ચાઈનિઝ દોરીના 170 કેસ નોંધાયા
ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની ચાઈનીઝ દોરી વાપરવી અને વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં
Advertisement

ચાઈનીઝ દોરી પ્રતિબંધિત છે અને આ દોરીના કારણે માનવ જીવન અને પશુ પક્ષીઓના જીવ પણ જાય છે જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની ચાઈનીઝ દોરી વાપરવી અને વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે.
900 ચાઈનિઝ ટેલર જપ્ત
દાણીલીમડા પોલીસે 900 ચાઈનીઝ ટેલર સાથે મોહંમદ ફેક શેખ નામના યુવાનની ધરપકડ કરી લીધી છે અને તેની સાથે અન્ય એક આરોપી મોઇન યુનુસ પટેલ કે જે હાલ પોલીસ પકડથી ફરાર છે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. શહેરમાંથી સરદાર નગર અમરાઈવાડી અને દાણીલીમડા ત્રણ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં સૌથી વધુ ચાઈનીઝ દોરી નો જથ્થો દાણીલીમડા પોલીસે કબ્જે કરી લીધો છે અને એક આરોપીની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
.jpg)
અમદાવાદમાં 170 કેસ નોંધાયા
અમદાવાદ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરી ના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.
.jpg)
રોગ્યુલર દોરી પણ વધુ ધારદાર નહી બનાવવા પ્રયાસ
અમદાવાદ શહેર પોલીસ માત્ર ચાઈનીઝ દોરી પરંતુ રેગ્યુલર દોરી તૈયાર કરતા વેપારીઓ સાથે મળીને જાગૃતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. રેગ્યુલર દોરીને વધારે મજબૂત બનાવવા માટે કેમિકલ અને કાચનો ઉપયોગ કરવામાં આવે છે, જે પણ ચાઈનીઝ દોરી જેટલો જ ઘાતક બની શકે છે. જેથી જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દોરીને માંજો કરાવતાં વેપારીઓ સાથે મુલાકાત કરી કેમિકલ કે વધારે પડતા કાચનો ઉપયોગ ન કરવા માટે સમજાવવાનો અભિયાન હાથ ધર્યું છે.
કાયદાનો ગાળ્યો કસ્યો
થોડાક દિવસો અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં ચાઈનીઝ દોરીના વેચાણને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત અરજદાર દ્વારા કરાઈ હતી સરકારને ટકોર કરતા કહ્યું હતું કે શહેરમાં કેટલી એવી જગ્યાઓ છે જ્યાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તેનો વિગતવાર રિપોર્ટ પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે માંગ્યો છે જેથી કરીને શહેર પોલીસ દ્વારા વેચનારાઓ પર કાયદાનું ગાળ્યો કસ્યો છે અને એક શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો આવી ક્યાંથી રહ્યો છે કસ્ટમ વિભાગની આંખોમાં ધૂળ નાખીને આ મોતનો માંજો શહેરોમાં લાવવામાં આવી રહ્યો છે ત્યારે એ બાબત તો ચોક્કસ છે કે ક્યાંક કોઈક તબક્કે કચાશ જરૂરથી રહી જાય છે જેના કારણે આટલી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીના ટેલરો મળી આવે છે.
આ પણ વાંચો - વડોદરા ગ્રામ્ય SOG તેમજ ડભોઇ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement