અમદાવાદમાં ધૂં..ધૂં..કરતો ફ્લેટ અને દંપતીની ચિસોથી લોકોમાં ભારે ગભરાટ, જુઓ વિડીયો
અમદાવાદમાં મહિલાની હત્યા કરી ઘરમાં લગાવી આગપતિએ પત્નીનું ગળું કાપી હત્યા કરી ઘરમાં આગ લગાવીઘરકંકાસમાં દંપતીએ એકબીજાને માર્યા હતા છરીના ઘાઘટના સમયે દંપતીના બંને બાળકો શાળાએ ગયેલા હતાઆરોપી ઘાયલ પતિ સોલા સિવિલમાં સારવાર હેઠળપોલીસે શરુ કરી તપાસઅમદાવાદ (Ahmedabad)ના ગોતા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા ( Murder) કરીને પોતાના જ ઘરમાં આગ (Fire) લગાવી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. દંપ
- અમદાવાદમાં મહિલાની હત્યા કરી ઘરમાં લગાવી આગ
- પતિએ પત્નીનું ગળું કાપી હત્યા કરી ઘરમાં આગ લગાવી
- ઘરકંકાસમાં દંપતીએ એકબીજાને માર્યા હતા છરીના ઘા
- ઘટના સમયે દંપતીના બંને બાળકો શાળાએ ગયેલા હતા
- આરોપી ઘાયલ પતિ સોલા સિવિલમાં સારવાર હેઠળ
- પોલીસે શરુ કરી તપાસ
અમદાવાદ (Ahmedabad)ના ગોતા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા ( Murder) કરીને પોતાના જ ઘરમાં આગ (Fire) લગાવી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. દંપતીના બે બાળકો સ્કુલમાં ગયા બાદ બંને વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયો હતો અને તેમાં દંપતીએ એક બીજાને છરીના ઘા માર્યા હતા. હાલ સમગ્ર મામલાની પોલીસ (Police) તપાસ કરી રહી છે.
પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. બનાવમાં બહાર આવ્યું છે કે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી છે. અમદાવાદના ગોતા વિસ્તારનો આ બનાવ છે. ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગી છે અને ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળે છે. મૃતકનું નામ અનિતા બઘેલ અને તેના પતિનું નામ અનિલ હોવાનું જાણવા મળે છે. દંપતીને બે બાળકો છે પણ બંને સ્કુલ ગયા હોવાનું પણ જાણવા મળે છે.
ઘરમાં વિકરાળ આગને જોતાં પાડોશીઓમાં ભારે ગભરાટ
સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ અચાનક જ ઘરમાં આગ લાગી હતી. ઘરમાં વિકરાળ આગને જોતાં પાડોશીઓમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકોએ તત્કાળ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે 1 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લઇ લીધી હતી.
મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલો મળી આવ્યો
ઘટના બાદ મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલો મળી આવ્યો હતો જેના ગળાના ભાગે અને હાથના ભાગે છરીના ઘા જોવા મળ્યા હતા. પતિએ પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ ઘરમાં આગ લાગી હોવાનું હાલ તારણ નિકળ્યું છે. ઘટનામાં પતિ અનિલને પણ ઇજા થઇ છે અને હાલ તેની સોલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસ તપાસ શરુ
હાલ તો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. પતિ પત્ની વચ્ચે કેમ ઝઘડો થયો અને ત્યારબાદ સૌથી પહેલો હુમલો કોણે કર્યો અને ઘમાં આગ કોણે લગાવી તથા ઇજાગ્રસ્ત હાલતમાં બંને છેક નીચે સુધી કેવી રીતે આવ્યા તે સહિતના મુદ્દા પર પોલીસ હાલ તપાસ કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement