AHMEDABAD : વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદની પોળમાં કરાય છે આ ખાસ વ્યવસ્થા
AHMEDABAD : આજની સમયની સૌથી ગંભીર સમસ્યા જળ છે અને જળ વિના જીવન અસંભવ છે. ત્યારે આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. ગુજરાતનાં ગામડાઓમાં વર્ષો પેહલા વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવતું હતું. અમદાવાદ મહાનગરમાં આવેલા પોળ વિસ્તારના મકાનમાં આજે પણ વરસાદી પાણીનો કરાય છે.
વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ બંને વધ્યો છે અને પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન ઊભો થાય તેવી ભીંતિ છે. જેથી ચોમાસાના પાણીના સંગ્રહ માટે સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ .અમદાવાદના પોળ વિસ્તારમાં પેઢી દર પેઢી આજે પણ પોળમાં એવા મકાન છે, જ્યાં વરસાદી જળ સંગ્રહ કરવા માટેના ધાબાના પાઇપલાઇન અને ઘરની નીચે મોટા ટાંકા બનાવાયા છે. જેમાં મબલખ પાણી નીચે સમાય તેવી ગોઠવણ કરવામાં આવી છે. અને આ પાણી ઉત્તમ પીવાલાયક પણ હોય છે.
વિશ્વભરમાં જન સંખ્યામાં વૃધ્ધિને કારણે જળ, જંગલ અને જમીન પર વિઘાતક અસરો પેદા થઈ છે અને વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃધ્ધિ છે. ઘર વપરાશ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે એક સર્વેક્ષણ મુજબ વ્યક્તિ દીઠ ૧૨૦૫ ઘન મી. પાણી પ્રતિ વર્ષ જરૂરી છે. જેમાં ૫૫ ઘન મી. ઘરના ઉપયોગ માટે, ૧૧૫૦ ઘન મી. અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટ ભોગવી રહ્યા છે, ત્યારે ગુજરાત અને દેશના ગામડાઓમાં હવે વરસાદી પાણી બચાવવું અને પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે.
ચેકડેમ
વેલ રિચાર્જિગ
ખેત તલાવડી
અહેવાલ - સચિન કડિયા
આ પણ વાંચો : Gamezone Fire : સરકારી સહાય મેળવવા રચ્યું તરકટ…વાંચો અહેવાલ