Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad:બે બહેનોના લાડકવાયા ભાઇને રક્ષાબંધનના દિવસે જ માર્ગ અકસ્માત નડ્યો !

અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં 524 અંગોનું દાન મળ્યું   અમદાવાદ થી સુરેન્દ્રનગર જતા  નડ્યો અકસ્માત  6 દિવસની સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા Ahmedabad:રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ(Ahmedabad)થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માત(road accident)માં માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. 6 દિવસની...
11:31 PM Aug 24, 2024 IST | Hiren Dave
  1. અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં 524 અંગોનું દાન મળ્યું  
  2. અમદાવાદ થી સુરેન્દ્રનગર જતા  નડ્યો અકસ્માત 
  3. 6 દિવસની સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા

Ahmedabad:રક્ષાબંધને રાખડી બંધાવવા અમદાવાદ(Ahmedabad)થી માદરે વતન જઇ રહેલા પ્રકાશભાઇને માર્ગ અકસ્માત(road accident)માં માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. 6 દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ જાહેર કરાયા.પરિવારના25 થી30 સભ્યોએ એકજૂટ થઇ પરોપરકાર ભાવ સાથે બ્રેઇનડેડ પ્રકાશભાઇના તમામ અંગોના દાન (Organ Donation)કરવાનો હિતલક્ષી નિર્ણય કર્યો.બહેનોની રક્ષા કરવા ભાઇ સંકલ્પબધ્ધ હોય છે. બહેનના જીવનમાં ગમે તેવી ક્ષણ આવે, મુશકેલી આવે, પડકાર આવે ભાઇ તેની પડખે રહી બહેનની રક્ષા કરવા તૈયાર જ હોય છે. બહેન ભાઇના આ અતૂટ બંધનને અકબંધ રાખવા જ દેશમાં રક્ષાબંધન ઉજવાય છે.

અમદાવાદ થી સુરેન્દ્રનગર જતા  નડ્યો અકસ્માત

પરંતુ ગુજરાતમાં રક્ષાબંધનના દિવસે એક કરૂણ ઘટના બની . મૂળ સુરેન્દ્રનગરના વેળાવદરના વતની પ્રકાશભાઇ કે જેઓ અમદાવાદમાં પેટીયુ રળવા કેટલાક સમયથી સ્થાયી થયા હતા તેઓ રક્ષાબંધનના રોજ અમદાવાદ થી સુરેન્દ્રનગર માદરે વતન પોતાની બહેનો પાસે રાખડી બંધાવવા માટે જઇ રહ્યાં હતા. અમદાવાદ(Ahmedabad) થી સુરેન્દ્રનગર બાઇક પર જતા ગામના થોડા જ અંતર પહેલા તેમનું બાઇક સ્લીપ થઇ ગયું. તેઓ રસ્તા પર પડ્યા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. પ્રારંભિક તબક્કે તેઓને સુરેન્દ્રનગરની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા તબીબોને ઇજા ગંભીર જણાઇ આવતા તેઓએ પ્રકાશભાઇને અમદાવાદ (Ahmedabad)સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital)રીફર કર્યા.

અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો

જીવન અને મરણ વચ્ચે 6  દિવસની લડત આપ્યા બાદ પ્રકાશભાઇને આજ રોજ તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ હવે અંગદાન માટે પરિવારજનોની સંમતિ મેળવવી ખુબ જ જરૂરી હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે હાજર પ્રકાશભાઇના પિતા મહેંદ્રભાઇ, માતા પાર્વતિબેન, બે ભાઇ રાજેન્દ્ર ભાઇ અને ચિરાગ ભાઇ, બહેનો હીનાબેન તથા હેતલબેન , મોટા બાપા વસરામ ભાઇ, કાકા મહેંદ્રભાઇ અને કરશનભાઇ, કાકા ના દીકરા રાજેંદ્રભાઇ, કરણભાઇ, દીલીપભાઇ અને ભાવેશભાઇ, કાકી રમીલાબેન, માસી ગીતાબેન, ભાભુ વિજ્યાબેન તેમજ દાદા આલજીભાઇ ડાહ્યાભાઇ એમ કુલ ૨૫ થી 30 પરીવારજનોએ એકસાથે મળી સર્વસંમતિથી દીકરા પ્રકાશના તમામ અંગોનો દાન કરવાનો નિર્ણય કરીને અન્યોના જીવ બચાવવાનો પ્રેરણાદાયી નિર્ણય કર્યો.

આ પણ  વાંચો -Bharuch: ભાજપના હોદ્દેદારનું કૌભાંડ ખુલ્લું પાડનારને ડ્ર્ગ્સમાં ફસાવ્યો?

અમદાવાદ થી માદરે વતન ભણી મુસાફરી કરી રહ્યો હતો

અહીં આ ક્ષણે ખાસ કરીને પ્રકાશભાઇની એ બે બહેનો પણ શું વીતી રહી હશે કે જેમની રક્ષા કાજે તેમનો ભાઇ ઉત્સાહપૂર્વક રાંખડી બંધાવવા અમદાવાદ થી માદરે વતન ભણી મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ આખરે તો પ્રભુને ગમ્યુ તે જ ખરૂ. પોતાનો ભાઇ તો હવે જીવંત રહ્યો નથી. હવે એ કલાઇ બચી નથી જેના પર સ્વ રક્ષા માટે રાખડી બાંધી શકે. માટે જ બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇના અંગોના અન્ય જરૂરીયાતમંદને ઉપયોગી થાય અને અન્ય બહેનના ભાઇની કલાઇ તેની રક્ષા કાજે જીવંત રહે તે ઉમદા ભાવ સાથે અંગદાનના નિર્ણયમાં ભારે હૈયે બંને બહેનો પણ સહભાહી બન્યા.

આ પણ  વાંચો -Gondal Lok Mela: લોકમેળાને સંતો, મહંતો,ધારાસભ્ય, ડે. કલેકટરના હસ્તે ખુલ્લો મુકાયો

સિવિલ હોસ્પિટલમાં કુલ 524 અંગોનું દાન મળ્યું

પ્રકાશભાઈ ના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ અને હૃદય યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આઇ હોસ્પિટલ માં આઇ બેંકમાં સ્વીકારવામા આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ. તેમજ બે લોકો ને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ.સિવિલ હોસ્પિટલ (Civil Hospital))દ્વારા અત્યાર સુધીમાં કુલ 162 અંગદાતાઓ થકી કુલ 524 અંગો નું દાન મળેલ છે. જેના થકી 508 કિતઓને જીવનદાન મળ્યુ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital)) સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે પ્રકાશભાઈના પરિવારજનોએ સાચા અર્થમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તે વાક્યને આત્મસાત કરી આપણે તમામ ભારતીયો સમય આવે એકબીજા માટે કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બધું જ કરી છૂટવા તૈયાર હોઈએ છીએ તે સાબિત કરી બતાવ્યું છે.

અહેવાલ -સંજય  જોશી-અમદાવાદ 

Tags :
AhmedabadAhmedabad Civil Hospitalbrother two sistersGujaratGujarati Newsinspiring caseorgan donationRaksha Bandhanroad accident
Next Article