Ahmedabad Rathyatra 2023 : મુસ્લીમ સમાજે અર્પણ કર્યો ભગવાન જગન્નાથજીનો ચાંદીનો રથ
અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે રથયાત્રા પૂર્વેના વિધિવિધાનો અને પરંપરાનું પાલન થઈ રહ્યું છે ત્યારે તેની સાથે સાથે આ રથયાત્રામાં કોમી એખાલસના પ્રતિક સમાન એક પરંપરા પણ ચાલી રહી છે. જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરી હિંદુ-મુસ્લિમ એકતાનો સંદેશો આપે છે.
મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો
વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આ વખતે પણ નિભાવાઈ રહી છે. મુસ્લિમ સમાજના રોઉફ શેખ સહિતના મુસ્લિમ પરિવારો જગન્નાથજી મંદિરે મંદિરના મહંત દિલિપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. બંને કોમના લોકો શાંતિ અને ભાઈચારા સાથે ઉજવે તેવા આશયથી વર્ષોથી નિભાવવામાં આવે છે.
આવતીકાલે નિકળશે રથયાત્રા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવતીકાલે રથયાત્રા યોજાશે. આજે ભગવાન જગન્નાથજીના સોનાવેશના દર્શન થશે. તેમજ ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરાશે. તથા ગજરાજોનું પણ આજે પૂજન થશે. સાથે જ BCCIના જનરલ સેક્રેટરી જય શાહ ઉપસ્થિત રહેશે. તથા બપોરે કોંગ્રેસ કમિટી જગન્નાથ મંદિર જશે.
તંત્ર સજ્જ
બીજી તરફ રથયાત્રામાં સુરક્ષાને લઈને પણ પોલીસ વિભાગ સજ્જ છે. ગુજરાત પોલીસે રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. સરસપુરમાં ભગવાનના ભક્તોને આવકારવા માટે વિવિધ પોળમાં, ભાવિક ભક્તોને ભોજન આપવા અને પ્રસાદ બનાવવા માટે દર વખતેની જેમ આ વખતે પણ રસોડા ધમધમતા થયા છે.
આ પણ વાંચો : AHMEDABAD RATHYATRA 2023 : 10 કિલો ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ તૈયાર કરાયો, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.