Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ગણેશઉત્સવને લઈને શહેર પોલીસનું જાહેર નામુ

ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસની મંજૂરી જરૂરી લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનથી પરમીટ લેવી પડશે સરઘસ કાઢવા માટે પણ ફરજિયાત અરજી કરવી પડશે Ahmedabad:ગણેશ (Ganeshji)મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન(citypolice) તરફથી આપવામાં આવશે. આ સિવાય સ્થાપનાની...
ahmedabad  ગણેશઉત્સવને લઈને શહેર પોલીસનું જાહેર નામુ
Advertisement
  1. ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસની મંજૂરી જરૂરી
  2. લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનથી પરમીટ લેવી પડશે
  3. સરઘસ કાઢવા માટે પણ ફરજિયાત અરજી કરવી પડશે

Ahmedabad:ગણેશ (Ganeshji)મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન(citypolice) તરફથી આપવામાં આવશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.

અમદાવાદ (Ahmedabad)શહેરમાં આગામી તા. 07-09-2024 થી તા. 17-09-2024 સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. જે અંગે ખાસ પોલીસ કમિશનરની કચેરી, વિશેષ શાખા, શાહીબાગ, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.જાહેરનામામાં જણાવ્યું હતું કે, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Kheda: સખી મંડળની બહેનોએ રાખડીનું નિર્માણ-વેચાણ કરીને આજીવિકા મેળવી

સરઘસ અંગેની પરમીટ

ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા,સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે. જો ગણેશ વિસર્જન શોભાયાત્રા/સરઘસ એક કરતા વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમીટ પોલીસ કમિશનરની કચેરી, વિશેષશાખા તરફથી આપવામાં આવશે.ગણેશ સ્થાપના તથા વિસર્જનની પરમીટ મેળવવા આયોજકો જ્યારે પોલીસ સ્ટેશને જાય ત્યારે આયોજકો તથા સાથે જે તે વિસ્તારનાં વર્ચસ્વ ધરાવતી 15 થી 20 વ્યક્તિના નામ- સરનામાં આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજીયાતપણે આપવાની રહેશે.

Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×