Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : સોના-ચાંદી પર ડ્યુટી ઘટાડતા વેચાણ વધ્યું

AHMEDABAD : મહિલાઓને સૌથી વધુ સોના ચાંદીના દાગીના નો શોખ હોય છે અને એમાં પણ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તો અચૂકથી સોના ચાંદીની ખરીદી મહિલાઓ કરતા જ હોય છે. હવે સરકારે જ્યારે સોનામાં ટેક્સ ડ્યુટી ઘટાડી...
ahmedabad   સોના ચાંદી પર ડ્યુટી ઘટાડતા વેચાણ વધ્યું

AHMEDABAD : મહિલાઓને સૌથી વધુ સોના ચાંદીના દાગીના નો શોખ હોય છે અને એમાં પણ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તો અચૂકથી સોના ચાંદીની ખરીદી મહિલાઓ કરતા જ હોય છે. હવે સરકારે જ્યારે સોનામાં ટેક્સ ડ્યુટી ઘટાડી છે, ત્યારે મહિલાઓએ સોના ચાંદીની ખરીદી પર ચાર ચાંદ લગાવ્યા છે. કેન્દ્રીય બજેટમાં સૌથી મોટી ભેટ સોના ચાંદીની ખરીદીમાં ટેક્સ ડ્યુટી ઘટાડવાની છે, જે જેના કારણે મહિલાઓ સોના ચાંદીના દાગીનાની સૌથી વધારે ખરીદી કરી રહ્યા છે.

Advertisement

રાહ જોતા લોકોને તક મળી

ઝવેરી આશિષ ઝવેરી જણાવે છે કે, સોનુ ચાંદી સસ્તુ થતા આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરની લગ્ન સિઝન માટે જ્વેલરી ખરીદવાની રાહ જોતા ગ્રાહકોને મોટી તક મળી છે. હકીકતમાં આ વર્ષે જ્યારે કેન્દ્રીય બજેટમાં સોનાની કસ્ટમ ડ્યુટી 15 ટકા થી ઘટાડીને 6 ટકા કરવામાં આવી છે. તે બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ ઘરેણા સસ્તા થવાની રાહ જોતા લોકોને તક મળી છે.

જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભીડ

ઝવેરી મનોજભાઇ જણાવે છે કે, દર વર્ષે આ મહિનાઓમાં સોના ચાંદીના વેચાણમાં મંદી જોવા મળતી હોય છે જોકે શ્રાવણ મહિના બાદ જ લગ્નસરાની સીઝન ચાલુ થતા ખરીદીનો માહોલ જામતો હોય છે. પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક જે રીતે ડ્યુટીમાં ઘટાડો થયો છે, ત્યારે લોકો ભાવ ઘટતા એડવાન્સ બુકિંગ કરીને સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ લોકોના મનમાં ક્યાંક એવો પણ ડર જોવા મળ્યો છે, કે ક્યાંક ભાવ વધી જશે તો તેમને ફાયદો નહીં થઈ શકે. તેના જ કારણે હવે અમદાવાદની તમામ જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે. જે રીતે વેચાણ વધ્યું છે તે જ રીતે હવે જ્વેલરી શો રૂમમાં પણ મેકિંગ ચાર્જમાં ગ્રાહકોને મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી ગ્રાહકો આકર્ષિત થઈને વધુ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે.

Advertisement

ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદી

બીજી તરફ સોના ચાંદીની કસ્ટમ ડ્યુટી ઘટાડતા દાણચોરી નું પ્રમાણ ઘટયું હોવાનું વેપારી કહી રહ્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થતાં હવે દાણ ચોરીનું સોનુ ખરીદવામાં લોકોને ફાયદો થશે નહીં. બીજી તરફ સૌથી સલામત રોકાણ ગણાતું સોનું લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદી કરી રહ્યા છે. હવે ડ્યુટી ઘટતા સોના ચાંદીનું વેચાણ વધતા વેપારીઓને પણ ઘી કેળા જોવા મળ્યા છે.

અહેવાલ - માનસી પટેલ, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો --CHHOTA UDEPUR : મહિલાઓના જીવનમાં બદલાવનું માધ્યમ બનતી સહકારી મંડળી

Tags :
Advertisement

.