ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: હજારો રૂપિયે કિલો ફરસાણ વેચતા ઓસવાલના રસોડામાં ગંદકીના દ્રશ્યો, લોકોનું જે થવું હોય તે થાય અમે તો...

ઓસવાલના રસોડામાં જોવા મળી ઠેર ઠેર ગંદકી ઓસવાલ રેસ્ટોરન્ટનું ભોંયરામાં આવેલું રસોડું બંધ કરાવ્યું આટઆટલું મોંઘુદાટ ફરસાણ છતાં હકીકત જોશો તો ચોંકી જશો Ahmedabad: અમદાવાદમાં લોકો ખાવા પાછળ ધૂમ રૂપિયા ખર્ચે છે. આમેય ગુજરાતીઓને જમવા સાથે અનોખો નાતો છે....
04:49 PM Oct 11, 2024 IST | VIMAL PRAJAPATI
oshwal farsan kitchen, Ahmedabad
  1. ઓસવાલના રસોડામાં જોવા મળી ઠેર ઠેર ગંદકી
  2. ઓસવાલ રેસ્ટોરન્ટનું ભોંયરામાં આવેલું રસોડું બંધ કરાવ્યું
  3. આટઆટલું મોંઘુદાટ ફરસાણ છતાં હકીકત જોશો તો ચોંકી જશો

Ahmedabad: અમદાવાદમાં લોકો ખાવા પાછળ ધૂમ રૂપિયા ખર્ચે છે. આમેય ગુજરાતીઓને જમવા સાથે અનોખો નાતો છે. પરંતુ રુપિયા આપવા છતાં પણ જો જમવાનું સારૂ ના મળે તો? જી હા અત્યારે એક એવી જગ્યાનું નામ સામે આવ્યું છે. જ્યાંથી લોકો હજારો રૂપિયાનું ફરસાણ ખરીદે છે. પરંતુ ફરસાણ વેચતા માલિકોને સ્વચ્છતાની કોઈ ચિંતા હોતી નથી. હજારો રૂપિયે કિલો ફરસાણ વેચતા ઓસવાલ (Oshwal farsan, Ahmedabad)ના રસોડામાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યાં છે.

ઓસવાલ રેસ્ટોરન્ટનું ભોંયરામાં આવેલું રસોડું બંધ કરાયું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઓસવાલના રસોડામાં ઠેર ઠેર ગંદકી જોવા મળી હતી. જો કે, ઓસવાલ રેસ્ટોરન્ટનું ભોંયરામાં આવેલું રસોડું બંધ કરાવી દેવામાં આવ્યું છે. આટઆટલું મોંઘુદાટ ફરસાણ છતાં અહીના રસોડાની હાલત જોવામાં આવે તો આપણને ખાવાની પણ ઇચ્છા ના થાય. એટલી ગંદકી અહીના રસોડામાં જોવા મળી હતી. રસોડામાં ઘણી બધી જગ્યા પર ગંદકી હોવાના કારણે અત્યારે રસોડું બંધ કરાવાયું છે.

આ પણ વાંચો: Dhari : લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવકનું હાર્ટએટેકથી મોત

યોગ્ય સાફ-સફાઈ નહીં થાય ત્યાં સુધી રસોડું બંધ રહેશે

ઓસવાલ ફરસાણ દ્વારા ફાફડા, જલેબી અને શાક સહિતની ખાદ્યચીજો બનાવવામાં આવતી હતી. જો કે, યોગ્ય સાફ-સફાઈ નહીં થાય ત્યાં સુધી રસોડું બંધ કરાવવામાં આવ્યું છે. રસોડાના દ્રશ્યો જોતા ખબર પડી કે, રસોડામાં જમીન તેમજ દીવાલો પર ગંદકીના થર જામ્યા છે. છતાં પણ તેની સફાઈ કરવામાં આવી નથી. નોંધનીય છે કે, AMC ની તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને રસોડું બંધ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Changodar માં ગોડાઉનમાંથી શંકાસ્પદ 6825 કિલો ઘી ઝડપાયુ

હજારો ખંખેરો છો છતાં આ હદે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કેમ?

મહત્વની વાત એ છે કે, ઓસવાલના માલિકે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. જો કે, AMC ના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્કમટેક્સ પાસે આવેલા ઓસવાલમાં તપાસ હાથ ધરાઇ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રીતે છેલ્લા કેટલાય સમયથી ચેડા કરવામાં આવતા હતાં. લોકો માત્ર પૈસા કમાવવા માટે આટલી હદ સુધી જઈ શકે છે તે ચોંકાવનારી વાત છે. પ્રતિદિન હજારો રૂપિયાનો ધંધો થાય છે તો પછી તે માટે સફાઈ રાખવી પણ એટલી જ જરૂરી છે.

આ પણ વાંચો: VADODARA : ફાફડા-જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ સવાલોના ઘેરામાં

Tags :
AhmedabadGujaratGujarati Newskitchenoshwal farsanoshwal farsan - Ahmedabadoshwal farsan kitchenVimal Prajapati
Next Article