ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઇના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો

ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટમાં 7 ગુજરાતી સહિત 17ની ધરપકડ ઠગાઇના મુખ્ય સૂત્રધાર 4 તાઇવાનના નાગરિક પણ ધરપકડ કરાઇ 4 તાઈવાનીએ 4 વર્ષ ભારતમાં રિસર્ચ કરી એપ બનાવી રચ્યું ષડયંત્ર ભારતમાં ડિજિટલ અરેસ્ટનું ષડ્યંત્ર રચવા 4 તાઇવાનીએ એપ ડેવલોપ...
09:05 PM Oct 15, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Crime Branch Action
  1. ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટમાં 7 ગુજરાતી સહિત 17ની ધરપકડ
  2. ઠગાઇના મુખ્ય સૂત્રધાર 4 તાઇવાનના નાગરિક પણ ધરપકડ કરાઇ
  3. 4 તાઈવાનીએ 4 વર્ષ ભારતમાં રિસર્ચ કરી એપ બનાવી રચ્યું ષડયંત્ર
  4. ભારતમાં ડિજિટલ અરેસ્ટનું ષડ્યંત્ર રચવા 4 તાઇવાનીએ એપ ડેવલોપ કરી

Ahmedabad cyber crime: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી રહીં છે. છાસવાર અવનવા રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે. અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad cyber crime)એ એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિજિટલ અરેસ્ટના નામે ચાલતી ઠગાઇના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે અત્યારે ડિજિટલ અરેસ્ટના સૌથી મોટા રેકેટમાં 7 ગુજરાતી સહિત 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં મોટી કાર્યવાહી કરી છે. ડિજિટલ અરેસ્ટ સ્કેમ કેસમાં 04 તાઇવાની નાગરિકોની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. 02 દિલ્હી અને 2 બેંગ્લોરથી એમ કુલ 4 આરોપી ઝડપાયા છે.

રેડના આધારે 4 તાઇવાન નાગરિકોની ધરપકડ કરવામાં આવી

આ મામલે થોડા દિવસો પહેલા રાજ્યના વિવિધ શહેરમાં ડિજિટલ અરેસ્ટની ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરીયાદના આધારે પોલિસે તાપસ શરૂ કરી હતી. તપાસ દરિમયાન વિવિધ બેન્ક એકાઉન્ટમાં 80 લાખ જમા થાય હોવાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. પોલીસે સુરત , વડોદરા, અમદાવાદ, કટક સહિતના શહેરમાં રેડ કરી હતી. રેડના આધારે 4 તાઇવાન નાગરિકોની ધરપકડ કરી છે. ડિજિટલ અરેસ્ટ, રમાર્કેટ, ગેમિંગ ઝોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જેથી અમદાવાદ સાયબર ક્રાઈમે સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો: IPS અધિકારીએ જિજ્ઞેશ મેવાણીને અપમાનીત કરીને ચેમ્બરમાંથી કાઢી મૂક્યાં! જુઓ Video

આરોપીઓ ઓટીપીનો ઉપીયોગ કરી બેંક એકાઉન્ટ ઓપરેટ કરતાં

પોલીસે તાઇવાનના નાગરિક યુથી સંગ (ઉ.વ.42, ગ હાવ યુન (ઉવ.33, વાંગ યુન વેઇ ઉક સુમોકા (ઉ.વ.26, શેન વેઇ હાવ ઉર્ફ ક્રિશ (ઉ.વ.35) ની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય આરોપી અનોખી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતા. મોબાઇલોને મીની કોમ્પ્યુટર અને વાઇફાઇ રાઉટરના માધ્યમથી ઇન્ટરનેટ સાથે કનેકટ કરતા હતા. બેંકમાં રજીસ્ટર સીમકાર્ડ ઇન્સર્ટ ઓ.ટી.પી. મેળવતા હતા. બધી વિગત તાઇવાન બેસેલા આરોપીઓને મળી જતાં હતા. તાઇવાનમાં બેસેલા આરોપી ઓટીપીનો ઉપીયોગ કરી બેંક એકાઉન્ટ ઓપરેટ કરતાં હતા. આ એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ ગેરકાયદેસરની પ્રવૃતિઓ જેવી કે, સાયબર ફ્રોડ, ગેરકાયદેસર ગેમીંગ, ગેરકાયદેસર બેટીંગ તેમજ મની લોન્ડ્રીંગ માટે કરવામાં આવતો હતો.

આ પણ વાંચો: Valsad : ઘરમાં એકલતાનો લાભ લઈ નરાધમ પિતાએ જ પોતાની 14 વર્ષીય પુત્રીને પીંખી નાંખી!

અધધ માત્રામાં મુદ્દામા જપ્ત કરવામાં આવ્યો

મળતી જાણકારી પ્રમાણે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ નાણા રુપિયા 12,75,000, 761 સીમકાર્ડ, 96 જેટલા સીમકાર્ડ, 92 ડેબીટ/ક્રેડીટકાર્ડ, 84 જેટલા ચેક, 42 જેટલી પાસબુકો, 120 જેટલા મોબાઇલ ફોન અને 32 જેટલા બી ચાર્જીંગ હબ જપ્ત કરવામાં આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ચટિંગમાં 0.2 થી 0.5 ટકા કમિશન લેવાતું હતું.

આ પણ વાંચો: Vav assembly by-election: પોતાના જ ગઢમાં જીત માટે શંકાના વાદળ! ગેનીબેને કહ્યું - ‘પ્રયત્ન કરીશું’

Tags :
Ahmedabad Cyber Crimedigital arrest international racketdigital arrest international racket of fraud exposeddigital arrest racketGujarati NewsLatest Gujarati NewsVimal Prajapati
Next Article