Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદ-ભુજ Namo Bharat Rapid Railમાં નવેમ્બર સુધીમાં એક લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

Namo Bharat Rapid Rail: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના આભાસી માધ્યમ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો
અમદાવાદ ભુજ namo bharat rapid railમાં નવેમ્બર સુધીમાં એક લાખથી વધુ લોકોએ મુસાફરી કરી
Advertisement
  1. નવેમ્બર સુધીમાં રેલવેને 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક
  2. Namo Bharat Rapid Rail થકી 3.12 કરોરની આવક થઈ
  3. 16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી એક લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

Namo Bharat Rapid Rail: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમોભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના આભાસી માધ્યમ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. 16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: વન્ય પ્રાણીઓના હુમલાથી થતા મોતમાં સહાયની જોગવાઈ, વાંચો શું લખ્યું છે આ પરિપત્રમાં

Advertisement

આ સમયગાળા દરમિયાન 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક

નોંધનીય છે કે, દિવસેને દિવસે આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે. આ ટ્રેને આ સમયગાળા દરમિયાન 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક કરી છે. સાથે જ તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે. નમો ભારત રેપિડ રેલ આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચ થી સજ્જ છે.જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, વેક્યૂમ ઈવેક્યુએશન સાથેના ટોઈલેટ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી અને ફોન ચાર્જિંગની સુવિધા સાથે સાથે અન્ય સુવિધાઓ પણ છે.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar: સમરસ હોસ્ટેલમાં પીરસાતું ભોજન સાવ હલકી ગુણવત્તાનું, ભોજનમાં જોવા મળી જીવાત

જાણો આ ટ્રેન વિશેની કેટલીક ખાસ વિગતો

આ ટ્રેનમાં સંપૂર્ણ સીલબંધ ફ્લેક્સિબલ ગેંગવે છે, જે મુસાફરોને ગેંગવેની અંદર ધૂળ અને પાણીના પ્રવેશથી સુરક્ષિત કરે છે અને સલામત વાતાવરણ પૂરું પાડે છે. આ ટ્રેનમાં બેઠક અને ફ્લોરિંગ અગ્નિ પ્રતિરોધક છે. આ ટ્રેન ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન અને એરોસોલ આધારિત ફાયર ફાઈટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ છે. આ ટ્રેન બંને દિશાઓ માં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહે છે.

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો: Surat રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓ દ્વારા ધર્મગુરુ પર હુમલાની ઘટનાના વિરોધમાં ધરણા પ્રદર્શન

Tags :
Advertisement

.

×