ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અગ્નિકાંડ બાદ ગોંડલનું ઊંઘતું તંત્ર જાગ્યું, શહેરના કુલ 3 કોમ્પ્લેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ ( Rajkot TRP Gamezone Fire Incident) બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે રાજ્યભરમાં તમામ કોમ્પલેક્સ અને બિલ્ડીંગ (Complexes and Buildings) માં ફાયર સેફ્ટી (Fire Safety) ને લઇને તપાસ હાથ ધરાઈ છે. ગોંડલમાં પણ હવે ઊંઘતું...
11:40 PM Jun 07, 2024 IST | Hardik Shah
Gondal Municipal Fire Officer

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ ( Rajkot TRP Gamezone Fire Incident) બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને હવે રાજ્યભરમાં તમામ કોમ્પલેક્સ અને બિલ્ડીંગ (Complexes and Buildings) માં ફાયર સેફ્ટી (Fire Safety) ને લઇને તપાસ હાથ ધરાઈ છે. ગોંડલમાં પણ હવે ઊંઘતું તંત્ર જાગ્યું છે અને તપાસ કરી રહ્યું છે. હાલમાં જ ગોંડલ શહેરમાં જે બિલ્ડિંગ્સને ગોંડલ નગરપાલિકા ફાયર ઓફિસર (Gondal Municipal Fire Officer) દ્વારા નોટીસ આપવામાં આવી હતી જેની મુદ્દત પૂર્ણ થતાં સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Gondal Municipal Fire Officer

કુલ 5 કોમ્પ્લેક્ષને નોટીસ પાઠવી હતી જેમાં 3 કોમ્પ્લેક્ષને કરાયા સીલ

રીજનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન તરફથી મળેલી સૂચના મુજબ ગોંડલ શહેરમાં જે બિલ્ડીંગોને ગોંડલ નગરપાલિકા ફાયર ઓફિસર (Gondal Municipality Fire Officer) દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમની સમય મુદ્દત પૂર્ણ થતાં બિલ્ડીંગ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 5 કોમ્પ્લેક્ષને નોટીસ પાઠવી હતી, જેમાં 3 કોમ્પ્લેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોંડલ જેલચોક રોડ પર આવેલ સી.એમ પ્લાઝા કોમ્પ્લેક્ષની તમામ દુકાનો, જેલચોક પી.માર્ટ કોમ્પ્લેક્ષની દુકાનો સાથે સાથે બસ સ્ટેન્ડ રોડ પર આવેલ કોલેજીયન મોલની દુકાનોને પણ સીલ કરવામાં આવી હતી. ઉપરાંત મળતી માહિતી મુજબ, અન્ય બે કોમ્પ્લેક્ષને આગામી દિવસોમાં સિલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Gondal Municipal Fire Officer

ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો

સમગ્ર સીલ મારવાની કામગીરી આજે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. જેમાં ગોંડલ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણી, જુનિયર ટાઉન પ્લાનર કે.ડી. ચૌહાણ, ફાયર વાયરલેસ ઓફિસર કુલદીપસિંહ જાડેજા, પી.જી.વી.સી.એલ સ્ટાફ રાજનભાઈ ગજેરા, સી.ટી. સર્વેયર એચ.સી. ભગોડા, પી.એસ.આઈ જે.એલ. ઝાલા, એ.બી. કાકડીયા, વી.કે. કોઠીયા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Gondal: ગોંડલી નદી પર ફોર લેન બ્રિજના બાંધકામમાં અડચણરૂપ મિલકતોનું ડીમોલેશન શરૂ

આ પણ વાંચો - Rajkot TRP GameZone : ફાયર ઓફિસર બી.જે. ઠેબાની વધશે મુશ્કેલીઓ! ક્રાઈમ બ્રાંચની તપાસ શરૂ

Tags :
complexes and buildingsGondalGondal Municipal Fire Officergondal newsGujarat FirstnoticepoliceRajkot TRP GameZoneRajkot TRP Gamezone fire incidentTRP Gamezone
Next Article