Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીના મોત બાદ પતિએ જે કર્યું તે માત્ર ફિલ્મોમાં જ શક્ય, પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

બલિદાન, પ્રેમ, મોહ માયાનો ત્યાગ આવી વાતોને ફિલ્મી વાતો ગણવામાં આવે છે. આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના માટે પોતાનું સર્વસ્વ છોડી દે એવી વાત સાંભળીએ તો નવાઈ પામી જવાય. ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય...
પત્નીના મોત બાદ પતિએ જે કર્યું તે માત્ર ફિલ્મોમાં જ શક્ય  પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

બલિદાન, પ્રેમ, મોહ માયાનો ત્યાગ આવી વાતોને ફિલ્મી વાતો ગણવામાં આવે છે. આજના સમયમાં કોઈ વ્યક્તિ કોઈના માટે પોતાનું સર્વસ્વ છોડી દે એવી વાત સાંભળીએ તો નવાઈ પામી જવાય. ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઢસા ગામના રણજીતભાઈ ગોલેતરે પોતાની પ્રેમીકા પત્નીના વિયોગમાં શરીર પર માત્ર એક ધોતી પહેરી ને ઉઘાડા પગે 12 જ્યોતિ લિંગ અને ચાર ધામની યાત્રા કરીને આજે પરત ફરતા ઢસા ગામ દ્વારા રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઉટ અને ઢોલ નગારા ડિજે સાથે ભવ્ય શોભાયાત્રા યોજી સન્માન કર્યું હતું.

Advertisement

અઢી અક્ષરનો શબ્દ એટલે પ્રેમ, પ્રેમ માટે ઈતિહાસ રચાયો છે, પ્રેમ માટે કેટલાય લોકોએ બલીદાન આપ્યા છે, પ્રેમને પામવા કેટલાય લોકો સાહસ કરતા હોય છે, પ્રેમને અમર કરવા પ્રેમીઓ પોતાની પ્રેમિકાની યાદ માટે કોઈ તાજમહેલ બનાવી પ્રેમને અમર કરે છે. પરંતુ ગઢડા તાલુકાના ઢસા ગામના યુવાને પોતાની પ્રેમિકા પત્નીના નિધન બાદ તેના મોક્ષ માટે શરીર પર ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિ લિંગ અને ચાર ધામની યાત્રા કરી છે. જીહા, આ વાત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની છે. ઢસા ગામે રહેતા રણજીતભાઈ ગોલેતર ટ્રાવેલ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમને 2017 માં ઢસા ગામે ખાનગી શાળામાં નોકરી કરતા જિગ્નાસાબેન સાથે આંખ મળી અને પ્રેમ સંબંધ બંધાયો અને ત્યારબાદ બંનેએ પ્રેમ લગ્ન કર્યા. તે પછી 2022 માં બન્નેને કોરોના પોઝીટીવ થયો ત્યારે રણજીતભાઈ કોરોનામા બચી ગયા અને તેમની પ્રેમી પત્ની જિગ્નાસાબેનનું કોરોનામાં નિધન થયું. તેથી રણજીતભાઈને આધાત લાગ્યો અને તેણે ચાર ધામ યાત્રા કરવાનો વિચાર આવ્યો અને 19 એપ્રિલ 22 ના તેઓ ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે 12 જ્યોતિ લિંગ અને ચારધામની યાત્રાએ નીકળી ગયા અને તેમણે એક વર્ષ અને 12 દિવસે 12 જયોતિ લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી.

આજે પોતાના માદરે વતન પરત ફરતા તેઓ ગઢડા બીએપીએસ મંદિરે સંતોના દર્શન અને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ પોતાના ગામ ઢસા જવા રવાના થયા તે દરમિયાન 100 જેટલી કારનો કાફલા ગઢડાથી સાથે નિકળ્યા તે દરમિયાન ગઢડામા જીનનાકા, સામાકાઠે તેમજ રસ્તામાં આવતા રણીયાળા, ગુદાળા, માલપરા, પાટણા ગામોમાં ઠેર ઠેર લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઢસા પહોંચતા ગામ લોકોએ રણજીતભાઈને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા, ઉટ, ડિજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સ્વાગત કર્યુ હતું. ત્યારે રણજીતભાઈ ગોલેતરે પણ ખુશી વ્યક્ત કરી હતી અને હવે સમાજ સેવા કરવાનું વિચાર્યું છે તેમ કહ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - સુરતમાં કોર્ટ બિલ્ડિંગ પાસે યુવકની હત્યા, બે ઇસમોએ યુવકને આંતરી ઉપરા-છાપરી ચપ્પુના ઘા ઝીંક્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.