Surat : કુંવારા પ્રેમીના ચક્કરમાં પતિને આપ્યા ડિવોર્સ બાદમાં પ્રેમીએ પણ આપ્યો દગો, જાણો સમગ્ર મામલો
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક પરણીત મહિલાએ કુંવારા પ્રેમીના ચક્કરમાં પતિને ડિવોર્સ આપી દીધાં બાદ પ્રેમી પાસેથી દગો મળ્યો છે. અગાઉ સચિન વિસ્તારમાં રહેતી અને હાલમાં અડાજણમાં રહેતી ફરીયાદી પરણીતાને તેના જ કોમ્પલેક્ષમાં રહેતા યુવક સાથે આંખ મળી ગઈ હતી. છેલ્લા ચાર વર્ષથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ દરમિયાન પરણીતાના પતિને જાણ થતા અવારનવાર ઝઘડાઓ થયા હતા, જોકે ઝઘડાઓ બાદ પણ પરણીતાએ તેના પ્રેમીને છોડવાનો ઇનકાર કરી દીધો હતો.
પોલીસ ફરિયાદ નોંધાઈ
જેથી પતિએ છૂટાછેડા આપી દેતા પરણીતાએ તેના પ્રેમીને પોતાની સાથે લગ્ન કરવા જણાવ્યું હતું,જોકે પ્રેમીએ પણ લગ્ન કરવાની ના પાડી દઈ તેના બિભિત્સ ફોટાઓ અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પતિએ ડિવોર્સ આપી દીધાં
સુરતના સચીન વિસ્તારમાં આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટની બાજુમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ ચીમન ભાઈ સુરાણી. જે મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019માં એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતા સાથે મયુરભાઈની આંખ મળી ગઈ હતી ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ દરમિયાન પરણીતાના પતિને જાણ થઈ જતા તેઓ એપાર્ટમેન્ટમાંથી મકાન ખાલી કરીને સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યા હતા. જોકે ત્યારબાદ પણ પરણીતાએ પ્રેમી મયુર સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. જેના કારણે પતિ- પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જોકે ત્યારબાદ ગત તારીખ 9/5/2023 ના રોજ તેના પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.
પ્રેમીએ દગો કર્યો
જેથી આખરે પરિણીતા એ આરોપી મયુરને પોતાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જોકે આરોપી એ લગ્ન કરવાની ના પાડી દીધી હતી એટલું જ નહીં પરંતુ તેના બીભત્સ ફોટાઓ અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી.
મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો, મહિલાના ઘરેણાં પણ વેચી દીધાં
ઉલ્લેખનીય છે કે, અગાઉ આરોપી મયુરે પરણિતાને પોતાની સાથે લગ્નન કરવાની લાલચ આપી તેની માંગમાં સિંદૂર પુરીને પતી તરીકે રાખવાનો વિશ્વાસ અને ભરોસો આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન તેને ગર્ભ રહી જતા પરણીતાની મરજી વિરુદ્ધ ગર્ભપાતની દવા ખવડાવીને ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્રેમિકા ના સોના ચાંદીના દાગીના પણ તેની પાસેથી મેળવી લઈ વેચી દીધા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
અહેવાલ - રાબિયા સાલેહ, સુરત
આ પણ વાંચો : શેતાનને શરમાવે એવું કારસ્તાન , કૌટુંબિક મામાએ જ ભાણેજ સાથે દુષ્કર્મ આચર્યુ