Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mayur Vakani: તારક મહેતાના સુંદરે જય જલીયાણ સેવા કેમ્પમાં હાજરી આપી, પદયાત્રીકોને પીરસ્યું નિર્દોષ મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર મયુર વાકાણી આવ્યા કેમ્પમાં સુંદર મામાએ પદયાત્રીકોને નિર્દોષ મનોરંજન પીરસ્યુ મયુર વાકાણીએ ભકતો સાથે સ્ટેજ ઉપરથી અવનવી વાતો કરી Mayur Vakani: અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ આવી રહીં છે. આ સાથે લાખોની સંખ્યામાં...
mayur vakani  તારક મહેતાના સુંદરે જય જલીયાણ સેવા કેમ્પમાં હાજરી આપી  પદયાત્રીકોને પીરસ્યું નિર્દોષ મનોરંજન
  1. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર મયુર વાકાણી આવ્યા કેમ્પમાં
  2. સુંદર મામાએ પદયાત્રીકોને નિર્દોષ મનોરંજન પીરસ્યુ
  3. મયુર વાકાણીએ ભકતો સાથે સ્ટેજ ઉપરથી અવનવી વાતો કરી

Mayur Vakani: અંબાજીમાં માઈભક્તોની ભારે ભીડ આવી રહીં છે. આ સાથે લાખોની સંખ્યામાં ચાલતો સંઘ લઈને શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. શક્તિ ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમા ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે અને લાખો માઈ ભક્તો અંબાજી પગપાળા આવી રહ્યા છે. ત્યારે સુંદર મામા તરીકે ઓળખાતા મયુર વાકાણી (Mayur Vakani) પણ આવ્યા હતા. રતનપુર ખાતે કેમ્પમાં મોડી રાત્રે મયુર વાકાણી (Mayur Vakani) ઉર્ફે સુંદર મામાએ પદયાત્રીકોને નિર્દોષ મનોરંજન પીરસ્યુ હતું.

Advertisement

આ પણ વાંચો: Arasuri Ambaji Temple: 22.35 લાખ યાત્રાળુઓએ કર્યા મા અંબાના દર્શન, પાંચ દિવસમાં 1.90 કરોડની આવક

Advertisement

અંબાજી જતા શ્રદ્ધાળુઓએ આ કેમ્પનો લાભ લીધો

નોંધનીય છે કે, મયુર વાકાણી દર વર્ષે આ કેમ્પ ઉપર આવે છે. આ વખતે પણ તેઓ અંબાજી આવ્યા હતા. ગત વર્ષે પગપાળા દાંતાથી અંબાજી જતા હોય છે. અહીં કેમ્પ પર તેમણે શ્રદ્ધાળુઓને મનોરંજન પુરૂ પાડ્યું હતુ. આ દરમિયાન હજારોની સંખ્યામાં કેમ્પમાં લોકો હાજર રહ્યા હતા. અંબાજી ચાલતા જતા શ્રદ્ધાળુઓ અહીં કેમ્પમાં સેવાનો લાભ લેતા હોય છે.

આ પણ વાંચો: Bharuch : શું ખરેખર ભક્તોથી વિદાય સમયે ગણપતિ બપ્પા રડ્યા! દ્રશ્યોએ કુતૂહલ સર્જ્યું, જુઓ Video

Advertisement

પોતાની આગવી શૈલીમાં મનોરંજન પીરસ્યું હતું

રતનપુર દાંતા ખાતે છેલ્લા 17 વર્ષથી માઈ ભક્તોની સેવા માટે જય જલિયાણ સેવા કેમ્પ યોજવામાં આવે છે. કેમ્પના અંતિમ દિવસે મોડી રાત્રે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા પધાર્યા હતા. તેમણે પોતાની આગવી શૈલીમાં મનોરંજન પિરસ્યું હતું. આયોજક હિતેશભાઈ ઠક્કર સહિત સમગ્ર ટીમને શુભેચ્છા આપી હતી. માં અંબા આ કાર્ય માટે તેમને શક્તિ આપે તેમ કહ્યું હતું. પ્રજાજનો ને પૂછ્યું કે તમને કોણ ગમે છે તો 60 વર્ષના કાકાએ જવાબ આપ્યો એ બબીતાજી. બબીતાજીની રમુજીથી સમગ્ર વાતાવરણમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: Rajkot : આત્મીય યુનિવર્સિટી કરોડોનાં કૌભાંડ મામલે ત્યાગ વલ્લભ સ્વામીને મોટી રાહત! વાંચો અહેવાલ

Tags :
Advertisement

.