Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓલપાડના જૂથ અથડામણ કેસમાં  2થી વધુ ગુનાવાળા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરાશે

અહેવાલ--ઉદય જાદવ, સુરત ઓલપાડમાં જૂથ અથડામણ મામલે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરવામાં...
ઓલપાડના જૂથ અથડામણ કેસમાં  2થી વધુ ગુનાવાળા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરાશે
અહેવાલ--ઉદય જાદવ, સુરત
ઓલપાડમાં જૂથ અથડામણ મામલે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે સમાજના આગેવાનો અને લોકો સાથે બેઠક યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી તેમજ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે આ કિસ્સામાં પોલીસે ૫૦ થી વધુ આરોપીઓ વિરુદ્ધ નામજોગ તથા ૨૫૦ થી વધુ આરોપીઓના ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે અને ૧૦થી વધુ  આરોપીઓની અટકાયત કરી છે.
 જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઓલપાડમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણને લઈને પોલીસે આખી રાત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ ઓલપાડ ટાઉનમાં શાંતિ જળવાઈ રહે અને ખોટી અફવા ના ફેલાઈ તેમજ લોકો ખોટી અફવામાં ના આવે તે માટે આજે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હાલ સંપૂર્ણપણે ટાઉનમાં શાંતિ 
જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે ગતરોજ અમુક અસમાજિક તત્વોની અવળચંડાઈને કારણે ઓલપાડ ટાઉનનો માહોલ તંગદિલીભર્યો બન્યો હતો જેમાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. હાલ સંપૂર્ણ પણે ટાઉનમાં શાંતિ છે ટાઉનમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ જગ્યાએ ભયનો માહોલ નથી.
પોલીસને સહકાર આપવાની ખાતરી
આજે એસડીએમ કચેરી ઓલપાડ ખાતે એસડીએમ, ડીવાયએસપી સુરત ગ્રામ્ય, મામલતદાર અને પોલીસના ઉચ્ચઅધિકારીઓની હાજરીમાં ઓલપાડ શહેર અને તાલુકાના બંને સમાજના આગેવાનો અને નાગરિકો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં પણ સૌ લોકોએ ખુબ સારો પ્રતિસાદ રાખી પોલીસને સહકાર આપવાની ખાતરી આપી છે
પાસા સહિતના કડક પગલા ભરવામાં આવશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કિસ્સામાં પોલીસે ૫૦ થી વધુ આરોપીઓ વિરુદ્ધ નામજોગ તથા ૨૫૦ થી વધુ આરોપીઓના ટોળા વિરુદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે અને ૧૦થી વધુ  આરોપીઓની અટકાયત કરી છે. હજી પણ સતત કોમ્બિંગ, પેટ્રોલિંગ શરુ રાખી તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવશે તેમજ તેનો પૂર્વ ઈતિહાસ ચકાસવામાં આવશે તેમજ જો બે કે તેથી વધુ ગુના હશે તો તેના વિરુદ્ધમાં પાસા સહિતના કડક પગલા ભરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.