Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal : સરકારી અનાજમાં ગંભીર ગેરરીતિઓ આચરનાર અનાજ માફિયાઓ સામે કાર્યવાહી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના...
panchmahal   સરકારી અનાજમાં ગંભીર ગેરરીતિઓ આચરનાર અનાજ માફિયાઓ સામે કાર્યવાહી

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Advertisement

રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તું અને સારું અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકાર રેશનિંગ પદ્ધતિ દ્વારા ગરીબોમાં અનાજ વિતરણ યોજના ચલાવી રહી છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં આ સસ્તા અનાજના દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાનો અનાજમાં ભારે ગોલમાલ કરી રહ્યા હોય અને જિલ્લાના ગરીબો માટેનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમ દ્વારા જિલ્લાના અનેક સરકારી અનાજની દુકાન તેમજ ગોડાઉનની આકસ્મિક તપાસ કરી રહ્યા છે અને ગેરરીતિ આચનાર સામે પગલાં લઈ રહ્યા છે.

Advertisement

11 સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રીતે રદ્દ

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા છેલ્લા દોઢ માસ દરમ્યાન જિલ્લાના ગોધરા, કાલોલ, મોરવા હડફ, શહેરા અને ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. છેલા દોઢ માસ દરમિયાન કુલ 60 દુકાનોમાં ચેકીંગ દરમ્યાન 13 દુકાનોમાંથી ગેરરીતી અને 11 દુકાનોમાંથી ગંભીર ગેરરીતિઓ મળી આવી હતી અને 8 ઈસમો દ્વારા અતિ ગંભીર ગેરરીતિ આચરી હોવાનું સામે આવ્યું હતું. સરકારી અનાજ માં ગંભીર ગેરરીતિઓ આચરનાર 11 સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રીતે રદ્દ કરી દેવામાં આવ્યો છે ત્યારે 13 સસ્તા અનાજની દુકાનોના પરવાના 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. સાથે જ સરકારી અનાજમાં અતિ ગંભીર ગેરરીતિ આચરનાર 8 ઈસમો સામે પી બી એમ મુજબ કાર્યવાહી કરવામાં માટેની દરખાસ્ત જિલ્લા કલેકટરને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોકલવામાં આવી હતી જેમાં તમામ આઠ ઈસમો સામે પી બી એમ મુજબ ની કાર્યવાહી કરવામાં આવી છે. આ 8 ઈસમો પૈકી 4 ઇસમોની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અન્ય 4 ઇસમોની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી દરમ્યાન 34. 45 લાખ નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે.

Advertisement

આઠ વ્યક્તિઓને પીબીએમ હેઠળ પ્રથમવાર કાર્યવાહી

પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સરકારી અનાજ માં ભારે ગેરરીતિ આચરનાર 8 ઈસમો સામે પીબીએમ ની કાર્યવાહીનો હુકમ કરવામાં આવતા આનાજ માફીયાઓમાં ખળભળાટ મચી ગયો છે. પુરવઠા વિભાગ સંલગ્ન વ્યક્તિઓને પંચમહાલ જિલ્લામાં એક સાથે આઠ વ્યક્તિઓને પીબીએમ હેઠળ પ્રથમવાર કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ગત સપ્તાહે આઠ વ્યક્તિઓ સામે ગેરરીતિ ને લઈ પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી હતી. પુરવઠા વિભાગ દ્વારા કરેલ દરખાસ્ત ને લઈને 8 સામે પી બી એમ મુજબ કાર્યવાહી હુકમ કરતા જ પંચમહાલ એલસીબી એ કલેક્ટર ના હુકમ અન્વયે આઠ પૈકી ચાર વ્યક્તિઓની રાતોરાત ધરપકડ કરી રાજ્યની અલગ અલગ જેલ માં મોકલી આપ્યા છે.પી બી એમ હેઠળ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિ ઓમાં એક કાલોલ પુરવઠા ગોડાઉન મેનેજર , એક શહેરા પુરવઠા ગોડાઉન મેનેજર અને ઘોઘંબા અને મોરવા તાલુકાની બે સરકારી સસ્તા અનાજની દુકાન ના સંચાલકો નો સમાવેશ છે. એલસીબીએ ચારેય વ્યક્તિ ઓ ને ધરપકડ બાદ પોલીસ જાપ્તા હેઠળ કચ્છ ભુજ ,જામનગર ,જુનાગઢ ,ભાવનગર મોકલવામાં આવ્યા છે. ચાર ઈસમો ની ધરપકડ કરવામાં આવતા જ જિલ્લામાં અનાજ નો કાળો કારોબાર કરતા અનાજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામી છે.

ગોડાઉન મેનેજરો પણ સામેલ

પીબીએમ હેઠળ ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓમાં લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર ,શહેરા ગોડાઉન મેનેજર, મહેશભાઈ રલિયા ભાઈ રાઠવા ,કાલોલ ગોડાઉન મેનેજર તથા જીવનભાઈ બાબુભાઈ હરિજન ,પરવાનેદાર વાવઝાબ ,ઘોઘંબા અને ગણપતભાઈ ગેમાભાઈ ડીંડોર નો સમાવેશ,શોપ મેનેજર બિલવાણીયા, મોરવા હડફનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો----દ્વારકા પોલીસને નશાયુક્ત સિરપકાંડની અગાઉથી જ શંકા હતી ?

Tags :
Advertisement

.