Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : મકાન ધરાશાયી થયા બાદ તંત્ર હરકતમાં, જર્જરીત મકાન ઉતારવાની કામગીરી શરૂ કરી

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢમાં શહેરમાં મકાન ધરાશાયી થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, દુર્ઘટના બાદ મનપા તંત્રની યુધ્ધના ધોરણે કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ મનાતો હતો ત્યારે હવે દુર્ઘટના બાદ નોટિસ સાથે જર્જરીત...
11:57 PM Aug 03, 2023 IST | Viral Joshi

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ

જૂનાગઢમાં શહેરમાં મકાન ધરાશાયી થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, દુર્ઘટના બાદ મનપા તંત્રની યુધ્ધના ધોરણે કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધી માત્ર નોટિસ આપીને સંતોષ મનાતો હતો ત્યારે હવે દુર્ઘટના બાદ નોટિસ સાથે જર્જરીત મકાન ઉતારવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ઘટનાના 10 દિવસમાં 500થી વધુ નોટિસ ફટકારાઈ છે સાથે નળ અને વિજ કનેક્શન રદ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરના દાતાર રોડ પર મકાન ધરાશયી થયા બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે અને જર્જરીત ઈમારતો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ચાર લોકોના મૃત્યુની ઘટના બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ હવે પુરજોશમાં જર્જરીત ઈમારતો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરીત ઈમારતોને લઈને નોટીસની કાર્યવાહી હાથ ધરાઈ છે 24 જુલાઈના બપોરના દાતાર રોડ પર બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા આ ઘટનાને લઈને મનપા તંત્ર પર લોકોનો રોષ જોવા મળ્યો હતો, હવે જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની આંખ ઉઘડી છે ત્યારે કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષે પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત જર્જરીત ઈમારતો માટે નોટીસ આપે છે, જેમાં અત્યાર સુધી દેખાડા પુરતી કામગીરી થતી હતી એટલે કે માત્ર નોટીસ આપીને અધિકારીઓ બેસી જતાં હતા પરંતુ હવે જ્યારે મામલાની ગંભીરતા વર્તાય રહી છે ત્યારે નક્કર કામગીરી કરવામાં આવી રહી છે અને હવે નોટીસ સાથે મકાન ઉતારવાની કામગીરી તેજ કરવામાં આવી છે, દરરોજ વોર્ડ ઈન્સ્પેક્ટર સર્વે રીપોર્ટ આપે છે જેના આધારે દરરોજ નોટીસો તૈયાર કરીને જે તે મિલ્કત ધારકને નોટીસ કરવામાં આવે છે જો મિલ્કત ધારક પોતાની રીતે મકાન ઉતારી લે તો મનપા કોઈ કાર્યવાહી કરતી નથી પરંતુ જો કોઈ મિલ્કત ધારક સમય મર્યાદામાં પોતાની જર્જરીત મિલ્કત ઉતારવાની કામગીરી ન કરે તો મનપા દ્વારા જ જર્જરીત મકાન ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે અને તેનો ખર્ચ જે તે મિલ્કત ધારકને ચુકવવાનો રહે છે.

જૂનાગઢ મનપા દ્વારા અત્યાર સુધીમાં 528 જેટલી નોટીસો ફટકારવામાં આવી છે જેમાંથી 80 મિલ્કતો ઉતારવાની કામગીરી કરી લેવામાં આવી છે આ સિવાય જર્જરીત મિલ્કતોના નળ કનેક્શન રદ કરી તેના વિજ કનેક્શન રદ કરવા પીજીવીસીએલને જાણ કરવામાં આવી છે, આ કામગીરીમાં મનપાના 25 કર્મચારીઓ લગાડવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 100 જેટલી જર્જરીત ઈમારતો પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે, આમ મનપાના અધિકારીઓએ આળસ ખંખેરી છે અને ગંભીરતાથી જર્જરીત ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : RAJKOT ની 150 વર્ષ જુની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, એક છત નીચે મળશે અત્યાધુનિક સારવાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Gujarati NewsJMCJunagadhJunagadh Latest NewsJunagadh Municipal Corporation
Next Article