ACP જીતેન્દ્ર યાદવ વિયેતનામ ખાતે ભારતનું કરશે પ્રતિનિધિત્વ, સિનિયર બેડમિન્ટન ચમ્પિયનશિપમાં લેશે ભાગ
અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ અમદાવાદમાં સાયબર ક્રાઇમનાં મદદનીશ પોલીસ કમિશનર જીતેન્દ્ર યાદવ વિદેશમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. ભારત માટે પ્રતિનિધિત્વ કરનાર પોલીસ સુપર કોપની સાથે સારા સ્પોર્ટ્સમેન પણ છે. જેઓ વિયેતનામ ખાતે યોજાનારી એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ માં ભાગ...
Advertisement
અહેવાલ - કલ્પીન ત્રિવેદી, અમદાવાદ
અમદાવાદમાં સાયબર ક્રાઇમનાં મદદનીશ પોલીસ કમિશનર જીતેન્દ્ર યાદવ વિદેશમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. ભારત માટે પ્રતિનિધિત્વ કરનાર પોલીસ સુપર કોપની સાથે સારા સ્પોર્ટ્સમેન પણ છે. જેઓ વિયેતનામ ખાતે યોજાનારી એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપ માં ભાગ લઈ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આગામી 12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર વિયેતનામ ખાતે રમાનારી એશિયા ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાતના પોલીસ અધિકારી પણ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં હાલમાં ફરજ બજાવતા જીતેન્દ્ર યાદવ પ્રથમ પોલીસ કોપ છે, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે વિદેશમાં જશે.
ઉદયપુર ખાતે રમાયેલી ટુર્નામેન્ટમાં જીતેન્દ્ર યાદવ રેન્કિંગ નંબર 1 પર પોહચ્યાં હતા

સાયબર ક્રાઇમનાં ACP જીતેન્દ્ર યાદવ છેલ્લા ઘણા સમયથી બેડમિન્ટન ક્ષેત્રે અલગ અલગ ટુર્નામેન્ટો જીતીને હાલમાં વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન નંબર વનની પોઝિશન પર છે. ત્યારે વિયેતનામની ડબલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવા જિતેન્દ્ર યાદવ અને પાર્ટનર સમીર અબ્બાસ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે, અગાઉ રાજસ્થાનના ઉદયપુર ખાતે રમાયેલી ટુર્નામેન્ટમાં જીતેન્દ્ર યાદવ રેન્કિંગ નંબર 1 પર પણ પોહચ્યાં હતા. તો ગુજરાત પોલીસ પણ સ્પોર્ટસ માટે 3 થી 5 લાખની સ્કોલરશિપની સાથે પ્લેયર્સને સ્પેશિયલ લીવ આપતા હોય છે જેનો લાભ ACP જીતેન્દ્ર યાદવ લેશે.
વિદેશની ધરતી પર કરશે ભારતનું પ્રતિનિધિત્વ

બેડમિન્ટન સ્પોર્ટ્સમાં સ્ફૂર્તિની સાથે બોડી અને મેન્ટલ ફિટનેસ પણ ખૂબ જ મહત્વની છે, જેના માટે જીતેન્દ્ર યાદવ દિવસ દરમિયાન ચાર કલાક જેટલો સમય ફિટનેસ માટે ફાળવી રહ્યા છે .બેડમિન્ટન પ્રેક્ટિસની સાથે તેઓ રનીંગ ,ફેમિલી ટાઈમિંગ અને નોકરીમાં પણ યોગ્ય પરફોર્મન્સ આપે તે માટે ટાઈમ શિડ્યુલ ફોલો કરી રહ્યા છે. જોકે કેટલીક વખત પોલીસ અધિકારી હોવાના કારણે પ્રેક્ટિસમાં ગેપ પણ પડતો હોય છે, પરંતુ આ તમામ બાબતે શિડયુલ વાઇસ પ્રેક્ટિસ ના અંતે હાલ વર્લ્ડ લેવલની મેચ રમવા માટે તેઓ સક્ષમ બન્યા છે.
પ્રથમ વખત આગામી બેડમિન્ટન માટેની એશિયા સીનીયર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં જિતેન્દ્ર યાદવ ભાગ લેવાના છે. ત્યારે ભારતને અન્ય દેશોના ચેમ્પિયનો સાથે પણ તેમનો મુકાબલો થવાનો છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતમાંથી પ્રથમ એવા બેડમિન્ટન પ્લેયર અને પોલીસ કોપ છે જે વિદેશની ધરતી પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લાના વાઘોડિયા ખાતે ચોરીના ગુનામાં ભાગતા ફરતા ચિકલીગર ટીમના ત્રણ વ્યક્તિ ઝડપાયા
Advertisement