Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બારડોલીમાં કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, છ લોકોના કરુણ મોત

અહેવાલ - ઉદય જાદવ, સુરત સુરતના બારડોલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે. ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. આ અંગે માહિતી મળી રહી છે...
બારડોલીમાં કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત  છ લોકોના કરુણ મોત

અહેવાલ - ઉદય જાદવ, સુરત

Advertisement

સુરતના બારડોલીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારડોલી તાલુકાના બમરોલી ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે. ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.

Advertisement

આ અંગે માહિતી મળી રહી છે કે, તરસાડી ગામે લગ્ન પતાવી પરિવાર પરત માંડવી જઈ રહ્યો હતો. ત્યારે તેઓને આ અકસ્માત નડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 મહિલા 1 બાળકી 1 પુરુષ અને 1 બાળક મળી કુલ 6 લોકોના મોત થયા છે. અકસ્માતની જાન થતા જ બારડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, દ્વારકામાં પણ અકસ્માતના બનાવ બન્યો છે. ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રિક્ષા નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

બારડોલી નજીક બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે માંડવીના ધારા સભ્ય અને રાજ્યના મંત્રી કુંવરજી હળપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું,અકસ્માતમાં એક સાથે માંડવી તાલુકાના ૬ લોકોના મોત નિપજતાં મંત્રીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી, આવતી કાલે મંત્રી કુંવરજી હળપતિ સર્વ જ્ઞાતિ સમાજના ૧૫૬ જોડાના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે ત્યારે મંત્રી આ દુઃખની ધડીમાં ઘટના સ્થળે જઈ નથી સક્યા મહત્વનું છે કે મંત્રી આવતી કાલે ૧૫૬ દીકરીઓ ના લગ્ન કરાવી રહ્યા છે ત્યારે આવા શુભ અવસરે હિંદુ રિવાજ મુજબ તેઓ દુઃખદ પ્રસંગે સ્થળ ઉપર જઈ નથી શક્યા પરંતુ મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમ થી સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતું હતું.

અકસ્માત ને લઈ પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું,ઈશ્વર પરમારે દુઃખ વ્યક્ત કરતાં બેફામ દંપર ચાલકો સામે રોષ પણ ઠાલવ્યો હતો, ગતિ મર્યાદા નક્કી કરી લોકો નો જીવ જોખમમાં ન મુકવા ઈશ્વર પરમારે અનુરોધ કાર્યો હતો,વધુમાં તેમણે બેફામ દોડતા ડંપર ચાલકો સામે નારાજગી વ્યક્ત કરી આ મામલે સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી હતી.

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ભાણવડ – ખંભાળિયા હાઈવે પર ગંભીર અકસ્માત, 3 ના ઘટનાસ્થળે જ મોત 8 લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.