Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: અસલી આઈપીએસ તોડ કરે, નકલી આઈપીએસ ઠગાઈ આચરે

સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો IPS ની ઓળખ આપી લોકો સાથે કરતો છેતરપિંડી કામરેજ પોલીસે કરી નકલી આઈપીએસ અધિકારીની ધરપકડ Gujarat: રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS...
09:20 PM Aug 15, 2024 IST | VIMAL PRAJAPATI
Duplicate IPS officer, Gujarat
  1. સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો
  2. IPS ની ઓળખ આપી લોકો સાથે કરતો છેતરપિંડી
  3. કામરેજ પોલીસે કરી નકલી આઈપીએસ અધિકારીની ધરપકડ

Gujarat: રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો છે. આ ઈસમ IPS અધિકારીની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આખરે નકલી IPS અધિકારી કામરેજ પોલીસની પકડમાં આવી જતાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ આખરે ક્યા સુધી ગુજરાતમાં આવી રીતે નકલી- નકલીની ભરમાર ચાલશે?

આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ

પ્રદીપે પોતાની ઓળખ IPS સંદીપ પટેલ તરીકે આપતો

રાજ્ય (Gujarat)માં નકલી ચીજ વસ્તુઓ બાદ હવે નકલી અધિકારીઓ પણ ઝડપાઈ રહ્યા છે, તેમાંનો જ એક ઠગબાજ એટલે કહેવતો IPS અધિકારી પ્રદીપ પટેલ, પ્રદીપે પોતાની ઓળખ IPS સંદીપ પટેલ તરીકે આપતો હતો. લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પ્રદીપ પટેલનું આ નાટક લાંબા સમય સુધી ચાલ્યું નહીં અને આખરે અસલી પોલીસની પકડમાં આવી ગયો. આખી ઘટના ઉપર નજર કરીએ તો કામરેજના ઠગબાજ પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડર સાથે છેતરપિંડી કરી હતી. હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ પણ વાંચો: PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

રાજ્યમાં કેમ વધી રહીં છે નકલીની ભરમાર?

IPS ની વર્ધી પહેરી IPS અધિકારી જેવો જ રોફ જમાવતા ઠગબાજ પ્રદીપ પટેલે મહારાષ્ટ્રના બિલ્ડરોને કામરેજ ખાતે આવેલી ગુજરાત ટુરિઝમ હસ્તકની તોરણ હોટેલમાં 30 ટકા ભાગીદારી આપવાનું કહી રૂપિયા પડાવ્યા હતા. તોરણ હોટલ પોતાની પત્નીના નામે 99 વર્ષના ભાડા પટ્ટાએ લીધી હોવાનું જણાવ્યું હતું. જેમાં બિલ્ડર પાસેથી 23 લાખ રૂપિયા આંગડિયા મારફતે લીધા હતા. જોકે 23 લાખ માંથી 12 લાખ પરત આપી દીધા હતા. બાકી નીકળતા 11 લાખ રૂપિયા પરત નહીં આપી બહાના બતાવતો હતો. જેથી મહારાષ્ટ્ર નો બિલ્ડર તપાસ માટે કામરેજ આવ્યો હતો. તપાસ કરતાં કહેવતો IPS અધિકારી બોગસ નીકળ્યો હતો.

આ પણ વાંચો: IPS Gujarat : અડધો ડઝન આઈપીએસને સરકારે મહિનાઓથી પગાર નથી ચૂકવ્યો

નકલી IPS અધિકારી પ્રદીપ પટેલની ધરપકડ કરવામાં આવી

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બિલ્ડરોના હોશ ઉડી ગયા હતા. સમગ્ર મામલો કામરેજ પોલીસ મથકે ગયો હતો. જોકે કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નકલી IPS અધિકારી પ્રદીપ પટેલની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દિધો હતો. રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે ત્યારે નકલી અને અસલીની ભરમાર વચ્ચે આમ જનતા તેનો ભોગ બની રહી છે. હવે આપણે પોતે જ આવા લોકોના મનસૂબાથી સતર્ક રહેવાની જરૂર છે. ઓછા પૈસાની લાલચે હવે ભરમાસો નહી. નહીંતર તમે પણ આવા નકલી અધિકારીનો ભોગ બની શકો છો. હાલ તો કામરેજ પોલીસે ઠગબાજ પ્રદીપ પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કેટલા સમયથી નકલી IPS બની ઠગાઈ કરતો હતો? કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે અને તેની સાથે કોની કોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Tags :
Duplicate IPSDuplicate IPS officerfake IPS officerGujaratGujarat PoliceGujarati SamacharIPS OfficerKamrej police stationLatest Gujarati NewspoliceSuratSurat Duplicate IPS officerSurat PoliceVimal Prajapati
Next Article