Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમીરગઢ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવક પરથી વાહનો પસાર થતાં રહ્યા...! ચોંકાવનારો બનાવ

અહેવાલ--રામલાલ મીણા, અમીરગઢ અમીરગઢના ખૂણીયા પાટિયા નજીક ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થયા બાદ યુવકના મૃતદેહ પરથી અન્ય વાહનો પણ પસાર થતાં કમકમાટી સર્જાઇ ગઇ હતી.  મૃતદેહ પરથી વાહનો પસાર થતા ગયા મળતી માહિતી મુજબ ખૂણીયા ગામના...
અમીરગઢ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવક પરથી વાહનો પસાર થતાં રહ્યા     ચોંકાવનારો બનાવ
અહેવાલ--રામલાલ મીણા, અમીરગઢ
અમીરગઢના ખૂણીયા પાટિયા નજીક ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થયા બાદ યુવકના મૃતદેહ પરથી અન્ય વાહનો પણ પસાર થતાં કમકમાટી સર્જાઇ ગઇ હતી.
 મૃતદેહ પરથી વાહનો પસાર થતા ગયા
મળતી માહિતી મુજબ ખૂણીયા ગામના કાંતિભાઈ સોમીરા ભાઈ ખોખરીયા (ઉં.38)નું કમકમાટીભર્યું મોત નિપજતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.  આ અકસ્માતમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રષ્યો સામે આવ્યા હતા. એક અજાણ્યા વાહને ટક્કર માર્યા બાદ અન્ય વાહનો પણ મૃતદેહ પરથી પસાર થતા ગયા હતા.
મૃતદેહ ચુંથાઈ જઈ રોડની પર જાણે ડામરની જેમ ચોંટી ગયો
 આખી રાત્રી દરમિયાન મૃતદેહ રોડ પર પડ્યો રહ્યો હતો અને વાહનચાલકો તેના પરથી વાહનોને હંકારતા ગયા હતા. જાણે માનવતા મરી પરવારી હતી. આવા વાહન ચાલકો પર લોકો એ રોષ વ્યકત કર્યો હતો.  મૃતદેહ પર હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા બાદ મૃતદેહ ચુંથાઈ જઈ રોડની પર જાણે ડામરની જેમ ચોંટી ગયો હતો. સવાર થતાની સાથે જ જાણે અહીં કોઈ ઘટના જ ન બની હોય તેવું દેખાઈ રહ્યું હતું.
પરિવારે તપાસ કરી
 મૃતક કાંતિભાઈ રાત્રે પોતાના ઘરે ન પહોંચતા પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી. પરિવારે વહેલી સવારે અકસ્માત વાળી જગ્યાએ જઈને તપાસ કરતા મૃતકના બુટ મળી આવતા વધુ તપાસ કરતા રોડની ઉપર શર્ટ તેમજ પેન્ટ રોડ પર રોટલાની જેમ ચોંટેલું નજરે પડ્યું હતું ત્યાર બાદ રોડ ની ઉપર અને આજુ બાજુ તપાસ કરતા મૃતકના વધુ અવશેષ મળ્યા હતા. ત્યાર બાદ આજુ બાજુના લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરતા માત્ર મૃતકના કપડા અને બુટ હાથ લાગ્યા હતા. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા લઇ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.