Navsari : ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા લુટારૂ, મહિલાનાં ગળે હથિયાર મૂકીને..! CCTV આવ્યા સામે
- Navsari નાં બીલીમોરામાં ધોળા દિવસે લૂંટની ઘટના
- સહયોગ સોસાયટીમાં ઘરમાં ઘૂસી લુટારુઓએ લૂંટ મચાવી
- મહિલાનાં ગળાનાં ભાગે હથિયાર મુકી લૂંટ કરી
- બિલિમોરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર બની ઘટના
નવસારીમાં (Navsari) બીલીમોરામાં ધોળા દિવસે લૂંટની હચમચાવે એવી ઘટના બની છે. લુટારુઓ ઘરમાં ઘૂસીને મહિલાનાં ગળાનાં ભાગે હથિયાર મૂકીને લૂંટ મચાવી ફરાર થયા હતા. લૂંટ કરીને લુટારુઓ ભાગતા CCTV માં કેદ થયા છે. બિલિમોરા પોલીસ સ્ટેશનથી (Bilimora Police Station) માત્ર 500 મીટરનાં અંતરે ધોળા દિવસે લૂંટનો આ બનાવ બનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો - Banaskantha : અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત, 4 નાં ઘટના સ્થળે જ મોત
મહિલાનાં ગળે હથિયાર મૂકીને લૂંટ મચાવી
નવસારીમાં (Navsari ) પોલીસનાં ડર વિના લુટારુઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોળા દિવસે લુટારુઓનો આતંક જોવા મળ્યો છે. માહિતી અનુસાર, નવસારી જિલ્લાનાં બિલિમોરામાં આવેલી સહયોગ સોસાયટીનાં એક મકાનમાં ધોળા દિવસે કેટલાક લુટારુઓ ઘૂસી આવ્યા હતા અને ઘરમાં હાજર મહિલાનાં ગળાનાં ભાગે હથિયાર મૂકીને લૂંટ મચાવી હતી. લુટારૂઓ ઘરમાંથી દાગીના અને રોકડ સહિતની લૂંટ કરી ફરાર થયા હતા.
આ પણ વાંચો - Junagadh : સાધુઓની રવાડી જોવા આવેલી વિદેશી યુવતી સાથે યુવકે કરી છેડતી અને પછી..! જુઓ Video
લૂંટ કરી ભાગતા બે લુટારુઓનાં CCTV ફૂટેજ આવ્યા સામે
લૂંટ મચાવી ઘરમાંથી બહાર ભાગતા બે લુટારૂઓનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ લૂંટની ઘટનાં બિલિમોરા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર બની છે. ધોળા દિવસે પોલીસ સ્ટેશનની નજીક આવેલા મકાનમાં બેખોફ બની લુટારુઓએ લૂંટ મચાવતા પોલીસની (Bilimora Police Station) કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે હવે આ મામલે પોલીસ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Fake Currency Scam : 1 લાખ આપો 5 લાખ લઈ જાઓ..! સો. મીડિયા પર Video જોઈ ભેરવાઈ ન જતા!