Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ રાત્રિએ ચાલુ પંખા સાથે છત પડતા માતા-પુત્રીનું કરુણ મોત નિપજયું

હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મુસ્તફા મસ્જિદ રોડ ઉપર આવેલ સર્વોદય નગર સોસાયટીમાં રહેતા એક પરિવારના માતા પુત્રી ઉપર ચાલુ પંખા સાથે છત પડતા માતા-પુત્રીનું કરુણ મોત નિપજયું છે. ગોઝારી ઘટના બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. સુત્રો...
મધ રાત્રિએ ચાલુ પંખા સાથે છત પડતા માતા પુત્રીનું કરુણ મોત નિપજયું

હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મુસ્તફા મસ્જિદ રોડ ઉપર આવેલ સર્વોદય નગર સોસાયટીમાં રહેતા એક પરિવારના માતા પુત્રી ઉપર ચાલુ પંખા સાથે છત પડતા માતા-પુત્રીનું કરુણ મોત નિપજયું છે. ગોઝારી ઘટના બનતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

Advertisement

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં મુસ્તુફા મસ્જિદ આગળ આવેલ સર્વોદય સોસાયટીમાં ગતરોજ સોમવારે મોડી રાત્રીએ એક પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. સર્વોદય સોસાયટી સામે આવેલા ઘરમાં માતા-પુત્રી રાત્રીના સુઈ રહ્યા હતા. ત્યારે રાત્રીના સમયે નીંદર માણતા માતા-પુત્રી પર કોઈ અગમ્ય કારણોસર ચાલુ પંખા સાથે છત પડતા માતા-પુત્રીને શરીરના ભાગે અતિશય ગંભીર ઈજાઓ થવા પામી હતી. મોડી રાત્રે બનેલી ગોઝારી ઘટનાને પગલે આસપાસમાં રહેતા રહીશો દોડી આવ્યા હતા અને સ્થાનિક રહીશો દ્વારા મોડી રાત્રીએ 108 ઈમરજન્સી સેવાને કોલ કરવામાં આવતા 108 ઈમરજન્સી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બંને માતા પુત્રીને વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ત્યારબાદ હિંમતનગર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં સેવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે બી -ડીવીઝન પોલીસને જાણ કરતા કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - હિંમતનગરની યશદીપ ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્ર સોની અને દીપક પટેલ ગર્ભપરીક્ષણ કરતા ઝડપાયા

આ પણ વાંચો -  ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – યશ ઉપાધ્યાય 
Tags :
Advertisement

.