Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના ખંભાલીડાની સીમમાં સળગેલી હાલતમાં પુરુષની લાશ મળતા ચકચાર

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલના ખંભાલીડા ગામની સીમમાં અજાણ્યા પુરુષની સળગેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસ રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ...
ગોંડલના ખંભાલીડાની સીમમાં સળગેલી હાલતમાં પુરુષની લાશ મળતા ચકચાર

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલના ખંભાલીડા ગામની સીમમાં અજાણ્યા પુરુષની સળગેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસ રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ખંભાલીડાની સીમમાં સળગેલી હાલતમાં કોઈ પુરુષની લાશ પડી હોવાની જાણ મોડી સાંજે ગામના આગેવાન વિક્રમસિંહ જાડેજાએ તાલુકા પોલીસને કરી હતી. વિક્રમસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સીમમાં ઢોર ચરાવતાં ગોવાળ દ્વારા મને સાંજે સાત સાડાસાતે જાણ કરાઇ હતી. સીમ વિસ્તારમાં લાશ સળગતી હોવાનું ઢોર ચરાવનારે સવારે જોયુ હતું. પરંતુ ડર ના માર્યો કોઈ ને જાણ કરી નહોતી. બાદમાં છેક સાંજે મને જાણ કરી હોય તુરંત પોલીસમાં ખબર કરી હતી. અજાણ્યા પુરુષ ની લાશ સંપુણઁ સળગેલી હાલતમાં હોય કોઈ એ હત્યા કરી ઓળખ પુરાવા નાશ કરવા સળગાવી દીધા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - સિંધુ ભવન રોડ પર એસ કે ફાર્મ ખાતે VHP ના કાર્યકર્તાઓની અટકાયત

આ પણ વાંચો - GONDAL : યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક નોંધાઈ, સોયાબીનમાં થઇ 30 હજાર કટ્ટાની આવક

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.