Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના માંગરોળમાં લંપટ શિક્ષકે  વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં 

અહેવાલ---આનંદ પટણી, સુરત  સુરત જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કિસ્સો સામે આવ્યો છે અને શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગુનો નોંધાયો હોવાનું જાણવા મળતાં જ લંપટ શિક્ષક ભાગી ગયો હતો. આ...
સુરતના માંગરોળમાં લંપટ શિક્ષકે  વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલાં 
અહેવાલ---આનંદ પટણી, સુરત 
સુરત જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કિસ્સો સામે આવ્યો છે અને શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ગુનો નોંધાયો હોવાનું જાણવા મળતાં જ લંપટ શિક્ષક ભાગી ગયો હતો. આ કલંકિત ઘટના સુરતના માંગરોળ તાલુકામાં બનવા પામી છે.
શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા
સુરત જીલ્લામાં ગુરુની ગરીમાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક નરાધમ શિક્ષકના કૃત્યના કારણે શિક્ષણ જગતને લાંછન લાગે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હાર્દિક ગોવિંદભાઈ ચૌધરી નામના શિક્ષકે ધોરણ 6માં અભ્યાસ કરતી 12 વર્ષીય વિદ્યાર્થિની પર નજર બગાડી હતી. વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા. વિદ્યાર્થિની ગત શુક્રવારના રોજ સવારે 10:00 વાગ્યે શાળાના ઉપરના માળે પુસ્તકો જમા કરાવવા ગઈ હતી ત્યારે શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ થઈ છે. શિક્ષકના આ કૃત્યને લઈ ચકચાર મચી જવા પામી છે. જો કે આ કૃત્ય કરી લંપટ શિક્ષક ફરાર થઈ ગયો છે.
શિક્ષક આલમમાં ખળભળાટ
શિક્ષકે કરેલા કૃત્યની જાણ સગીરાએ પોતાના માતા પિતાને કરતા તેઓના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેઓએ સમગ્ર ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરતા માંગરોળ પોલીસે લંપટ શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને શિક્ષકને પકડી લેવાની તજવીજ હાથ ધરી હતી. નાની નરોલી ગામે શિક્ષકે કરેલા આ કૃત્યને લઈને શિક્ષક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા લાંબા સમયથી સુરત જિલ્લા પોલીસ તેમજ પોલીસની શી ટીમ દ્વારા શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે જેથી વિદ્યાર્થિની આ કૃત્યનો ભોગ ન બને તો બીજી તરફ લંપટ શિક્ષકના આવા કૃત્યને લઈ આખા શિક્ષણ જગત ઉપર એક ખરાબ દાગ લાગ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આવા લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. હાલ શિક્ષક પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે લંપટ શિક્ષકને પકડી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Advertisement
Tags :
Advertisement

.