Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

અહેવાલ : આનંદ પટણી સુરત શહેરમાં વધતી ગુનાખોરી ડામવા પોલીસ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી રહી છે. માર્ચ મહિનામાં 108 આરોપીઓ ઉપર પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ આંકડો અત્યાર સુધી એક મહિનામાં થયેલી પાસાની કાર્યવાહીમાં સૌથી મોટી કાર્યવાહી હોવાનું પોલીસ જણાવી...
સુરતમાં ગુનાખોરીના ગ્રાફને અંકુશમાં લાવવા વીંઝાયો પાસાનો કોરડો

અહેવાલ : આનંદ પટણી

Advertisement

સુરત શહેરમાં વધતી ગુનાખોરી ડામવા પોલીસ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી રહી છે. માર્ચ મહિનામાં 108 આરોપીઓ ઉપર પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ આંકડો અત્યાર સુધી એક મહિનામાં થયેલી પાસાની કાર્યવાહીમાં સૌથી મોટી કાર્યવાહી હોવાનું પોલીસ જણાવી રહી છે. આ મહિના દરમિયાન કોંગ્રેસની આગેવાન મેઘના પટેલ અને કરમલા ગામના ડેપ્યુટી સરપંચને પણ પાસા કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી મોટું શહેર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો સુરત આવે છે. રોજીરોટી મેળવવા માટે અલગ અલગ રાજ્યોમાંથી સુરતમાં આવેલા લોકોને લઈને સુરતની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ પણ સતત વધી રહ્યો છે. આ ગુનાખોરીનો ગ્રાફ ઘટાડવા માટે પોલીસ ગુનેગારોને તો પકડે છે પરંતુ તે ફરીવાર ગુનો ન કરે તેવી સંભાવના હોય અથવા તો તેમની ઉપર આ પ્રકારના ગુના વારંવાર કર્યા હોય તે સંજોગોમાં પોલીસ દ્વારા તેમની ઉપર પાસા અને તડીપારનું શસ્ત્ર ઉગમવાનું શરૂ કર્યું છે.

Advertisement

1985 થી પાસાનો કાયદો ગુજરાતમાં અમલી બન્યા બાદ સુરત પોલીસે તેને વધુ પ્રમાણમાં ઉપયોગ કરતી જોવા મળી છે. પહેલા માત્ર બુટલેગર અને મારામારી જેવા કિસ્સામાં જ પાસા હેઠળ અટકાયત થતી હતી. જો કે સમાંતરે તેમાં વિવિધ હેડ ઉમેરાયા છે. સુરત પોલીસની વાત કરીએ તો આ વર્ષે પોલીસ દ્વારા શરૂઆતના ત્રણ મહિનામાં 181 લોકોને પાસા હેઠળ વિવિધ જેલમાં ધકલી દેવામાં આવ્યા છે જે પાછળનાં વર્ષોની તુલનામાં ઘણા વધુ છે. અને જાન્યુઆરી મહિનામાં 83 ફેબ્રુઆરીમાં 87 અને માર્ચ મહિનામાં 108 આરોપીઓને પાસા કરાઈ હતી.

માર્ચ મહિનામાં કરાયેલા 108 લોકોની પાસા કરીને એક જ મહિનામાં પાસા કર્યા હોય એવો રેકોર્ડ સુરત પોલીસે બનાવ્યો છે. સૌથી વધુ ભયજનક વ્યક્તિની કેટેગરીમાં આવતા હોય એવા લોકો એટલે કે મારામારી હુલ્લડ ચોરી જેવા ગુનાઓમાં ઝડપાયેલા 55 વ્યક્તિઓની પાસા કરવામાં આવી છે જેમાં ઝડપાયેલા 42 લોકોને પાસા કરાઈ હતી. કોંગ્રેસની આગેવાન મેઘના પટેલની પીપલોદના એસએમસી આવાસમાં ઝડપાયેલા 7.75 લાખના દારૂમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેની ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યાજ ખોરો ઉપર પણ પોલીસ આ જ પ્રકારની પાસાની કાર્યવાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો : સુરત પોલીસની સરાહનીય કામગીરી, સરકારી અનાજ વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ

Tags :
Advertisement

.