Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Janmashtami : સુરતમાં મટકીફોડના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા

અહેવાલ---આનંદ પટણી, સુરત  જન્માષ્ટમીના તહેવારને લઈને સુરતના યુવાનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ શાળા કોલેજોમાં મટકી ફોડ કાર્યક્રમના આયોજનો પણ જન્માષ્ટમીના એક દિવસ પહેલા યોજવામાં આવી રહ્યા છે. સુરતની એક ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં મટકીફોડ...
12:42 PM Sep 06, 2023 IST | Vipul Pandya
અહેવાલ---આનંદ પટણી, સુરત 
જન્માષ્ટમીના તહેવારને લઈને સુરતના યુવાનોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ શાળા કોલેજોમાં મટકી ફોડ કાર્યક્રમના આયોજનો પણ જન્માષ્ટમીના એક દિવસ પહેલા યોજવામાં આવી રહ્યા છે. સુરતની એક ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં કોલેજના યુવકો અને યુવતીઓ જોડાયા હતા અને ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીના એક દિવસ પહેલા જ તહેવારની ઉજવણી પોતાના મિત્રો સાથે કરી હતી.
મટકી ફોડ કાર્યક્રમનું આયોજન
સુરત શહેરમાં દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. સુરત તો મિની ભારત ગણાય છે કારણ કે દરેક રાજ્યમાંથી લોકો સુરતમાં રોજગારી મેળવવા માટે આવે છે, ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને પણ લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શહેરની અલગ અલગ કોલેજો તેમજ શાળાઓમાં જન્માષ્ટમી પહેલા જ એક દિવસ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીના એક દિવસ પહેલા જન્માષ્ટમીની ઉજવણી કરી
સુરતની એક ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં જન્માષ્ટમીના એક દિવસ પહેલા જ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના યુવકો અને યુવતીઓએ ભાગ લીધો હતો. ઢોલ નગારાના તાલે યુવાનો આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી જુમ્યા હતા અને ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીના એક દિવસ પહેલા જ ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી પોતાના મિત્રો સાથે મળીને કરી હતી.
આ પણ વાંચો----એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની કેવી છે તૈયારીઓ, જુઓ PHOTOS
Tags :
JanmashtamiMatkiphod programSurat
Next Article