Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી દ્વારા યોજાઇ ઐતિહાસિક અને ભવ્ય તિરંગાયાત્રા

સર્વ વિદ્યાલય કેમ્પસ કડી સંસ્થા દ્વારા નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રનાં પ્રતિકોનું મહત્વ સમજે,સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે,તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે ઉતર ગુજરાતમાં પ્રથમ વખત...
11:37 AM Jan 27, 2024 IST | Harsh Bhatt

સર્વ વિદ્યાલય કેમ્પસ કડી સંસ્થા દ્વારા નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય, રાષ્ટ્રનાં પ્રતિકોનું મહત્વ સમજે,સ્વતંત્રતાનું મુલ્ય જાણે અને તેનું જતન કરે,તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહાદતને યાદ કરી ભારતીય સંસ્કૃતિનાં વરસાને ઉજાગર કરે તે માટે ઉતર ગુજરાતમાં પ્રથમ વખત ૨૧૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય "તિરંગાયાત્રા" નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ, સર્વે મંત્રીશ્રીઓ અને પ્રિન્સીપાલશ્રીઓએ સંસ્થામાં અમર જવાનોને પુષ્પાંજલિ અર્પી ભવ્ય તિરંગાયાત્રાને તિરંગા ફુગ્ગા ખુલ્લા આકાશમાં વહન કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી ભવ્ય તિરંગાયાત્રા નીકળી 

કડી શહેરમાં પાંચ કિલોમીટરનાં વિસ્તારમાં ૧૫૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક અને ભવ્ય તિરંગાયાત્રા યોજવામાં આવી હતી. આ "તિરંગાયાત્રા"માં મહાત્મા ગાંધીજી સાથે રાષ્ટ્રનાં મહાનાયકો પણ જોડાયા હતા. વિધાર્થીઓ આપણા રાષ્ટ્રના મહાનાયકોના વેશભુશા પહેરીને આ યાત્રામાં જોડાયા હતા.

સમગ્ર રૂટ દરમ્યાન જુદી જુદી ૯૧ જેટલી શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, સામાજિક, વ્યાપારિક સંસ્થાઓ, એસોસિએશનો અને સોસાયટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નાગરિકો રાષ્ટ્ર ભક્તિ સાથે શહીદોની શહાદતને યાદ કરી કડી શહેર માટે "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવી વિશાળ સંખ્યા અને વિશાળ તિરંગા સાથે તિરંગાયાત્રા નીકળી હતી.

સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાઈ ગયું હતું

કડી શહેરમાં ૨૧૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે નીકળી ત્યારે નાગરીકોએ ખુબ ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. હાથમાં તિરંગા સાથે યુવાનો તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાઈ ગયું હતું.

મુખ્યત્વે સંસ્થાની નાના બાળકોની ટોય ટ્રેન, ભારતમાતા સવારી અને સંસ્થાના ધ્વજ સાથે વિદ્યાર્થીઓ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. દેશ ભકિતના ગીતો અને સામાજીક સંદેશો આપતા પોસ્ટરો સાથે લોક જાગૃતિ માટે ખુબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો -- Harni Tragedy : શાળાઓ માટે કડક સૂચના, બાળકોને પ્રવાસ લઇ જતા પહેલા કરવું પડશે આ કામ

Tags :
26 janIndiaKadiLONGNationpatrioticRallySARVA VIDHYALAYATiranga YatraTRI COLOUR
Next Article