Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાવનગરમાં નિલમબાગ પેલેસખાતે હેરિટેજ રેસીપી સ્પર્ધા યોજાઇ

અહેવાલ- કૃણાલ બારડ ભાવનગર શહેરમાં અલગ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી. આજનું ભોજન વિદેશીઓનું ભારતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ત્યારે ભારતની વાનગીઓ અને ભોજનોથી હાલની પેઢી વાકેફ નથી. આજની પેઢી ફરી જાગૃત બનીને લોકલ રેસીપી શીખે તેવા હેતુથી નિલમબાગ પેલેસ...
ભાવનગરમાં નિલમબાગ પેલેસખાતે  હેરિટેજ રેસીપી સ્પર્ધા યોજાઇ

અહેવાલ- કૃણાલ બારડ

Advertisement

ભાવનગર શહેરમાં અલગ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી. આજનું ભોજન વિદેશીઓનું ભારતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ત્યારે ભારતની વાનગીઓ અને ભોજનોથી હાલની પેઢી વાકેફ નથી. આજની પેઢી ફરી જાગૃત બનીને લોકલ રેસીપી શીખે તેવા હેતુથી નિલમબાગ પેલેસ હોટલમાં હેરીટેજ રેસીપી સ્પર્ધા યોજાઈ હતી.

Advertisement

આજની પેઢીને શાક રોટલી,દાળભાત,પંજાબી,ચાઈનીઝ,પીઝા હોટ બર્ગર જેવા ભોજનો યાદ છે અને સ્વાદ લોકો તેમાં શોધી રહ્યા છે. ત્યારે યોજાયેલી સ્પર્ધામાં 55 જેટલી ભોજન અને વાનગી આશરે 100વર્ષ જૂની રજુ થઈ હતી. જેમાં ભડકું,સાત ધાનનો ખીચડો,કરાંચી ચણા,પાંડેલી,ચોળાની વડીનું શાક,જાદરિયું,ઘુટ્ટો જેવા ભોજન વાનગી રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement

ભાવનગરમાં નિલમબાગ પેલેસ હોટલ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં વિવિધ રાજ્યો અને વિવિધ પંથકોની વિવિધ વાનગીઓ અને ભોજન છે. જ્યાં 100 વર્ષ પહેલાં પોતાના ભોજન અને વાનગીઓ સ્થાનિક હતા.

ત્યારે પીઝા,બર્ગર,પંજાબી અને ચાઇનીઝ જેવા ફાસ્ટફૂડના મારા વચ્ચે સ્થાનિક ભોજન વાનગી વિસરાઈ ગઈ છે. દરેક ઘરમાં ફરી સ્થાનિક ભોજન વાનગી બનતી થાય તેવા હેતુથી ઇન્ટેક હેરિટેજ રેસીપી સ્પર્ધાનું આયોજન કરાયું હતું

આપણ વાંચો-વરસાદી માહોલમાં સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકલાએ ખીલી ઉઠ્યું

Tags :
Advertisement

.