Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢમાં પૂરના અસરગ્રસ્તોને યોગ્ય વળતર માટે માર્ગદર્શન કેમ્પ યોજાયો 

અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ  જૂનાગઢમાં વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનોખી પહેલ કરાઈ વિમા ધારકોને યોગ્ય વળતર માટે માર્ગદર્શન કેમ્પ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ મોટી સંખ્યામાં વિમા ધારકો લઈ રહ્યા છે લાભ...
09:41 AM Aug 03, 2023 IST | Vipul Pandya

અહેવાલ---સાગર ઠાકર, જૂનાગઢ 

તાજેતરમાં જૂનાગઢ (Junagadh) શહેરમાં ભારે વરસાદ અને પુરના કારણે લોકોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ સ્થિતિમાં જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ (Junagadh Chamber of Commerce) લોકોની મદદ માટે આગળ આવ્યું અને જેની પાસે વિમો હોય તેને ક્લેમ કરવામાં માર્ગદર્શન અને મદદ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો સાથે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી લોકોને થયેલ નુકશાની નું યોગ્ય વળતર મળી શકે
અનેક વાહનો અને માલ સામાન તણાઈ ગયો હતો
22 જૂલાઈના દિવસે ગિરનાર અને દાતારના પર્વત પર આભ ફાટ્યુ અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક વાહનો અને માલ સામાન તણાઈ ગયો હતો, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને તારાજી સર્જાય હતી.
જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજાયો
જૂનાગઢ શહેરમાં આવેલ પુરના કારણે સૌથી વધુ વાહનોને નુકશાન થયું છે. લોકોની મોધી કાર તથા સ્કુટર રમકડાંની જેમ તણાઈ ગયા હતા અને મોટા ભાગની કાર ટોટલ લોસ થઈ છે. સ્વાભાવિક રીતે વાહન હોય એટલે તેનો વિમો પણ હોય પરંતુ વિમાની શરતો મુજબ કેટલું વળતર મળવાપાત્ર છે તે અંગે લોકોમાં જાગૃતિનો અભાવ હોય છે અથવા તો લોકોને એ ખ્યાલ જ નથી હોતો કે તેના વિમાની શરત મુજબ તેને કેટલું વળતર મળશે..આવી સ્થિતિમાં લોકોને થયેલી નુકશાનીનું તેને યોગ્ય વળતર મળી રહે તે હેતુ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સાથે ચેમ્બર દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે જેથી જે લોકો કેમ્પમાં આવી ન શક્યા હોય તે ગમે ત્યારે ચેમ્બરની ઓફીસ પર આવીને માર્ગદર્શન મેળવી શકે.
ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રયાસને લોકોએ આવકાર્યો
જૂનાગઢ શહેરમાં પુરના કારણે અંદાજે એક હજાર જેટલી કાર, ચારસો જેટલા સ્કુટર અને બાઈક, આ ઉપરાંત રીક્ષા તથા ડીલીવરી વાન જેવા કોમર્શીયલ વાહનો, લોકોની ઘરવખરી અને વેપારીઓના ગોડાઉનમાં રાખેલો માલ તદન ખલાસ થઈ ગયો છે. મોટા ભાગની કાર ટોટલ લોસમાં ગઈ છે,. વેપારીઓના ગોડાઉનમાં પડેલો માલ પલડી જવાથી લાખો રૂપીયાની નુકશાની થવા પામી છે,. જે લોકોને ઘરમાં પાણી ભરાયા હતા તેમને પણ લાખો રૂપીયાની ઘરવખરીનો સામાન તથા ઈલેક્ટ્રોનિક સાધનોની નુકશાની થવા પામી છે. ઘણાં લોકોની હોમલોન હોય છે જેમાં તેમને વળતર મળવાપાત્ર હોય છે આ તમામ સંજોગોમાં લોકોને પોતાના વાહનો કે અન્ય કોઈપણ માલસામાનની નુકશાની અંગે જો વિમો હોય તો તેનો ક્લેમ કઈ રીતે કરવો જેથી તેમને યોગ્ય વળતર મળી શકે તે હેતુ આ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રયાસને લોકોએ આવકાર્યો હતો.
આ પણ વાંચો---રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ GODHRA દંતાણી સમાજના આગેવાન અનિલભાઈ સાથે ખાસ વાતચીત
Tags :
compensationfloodJunagadhJunagadh Chamber of Commerce
Next Article