Janmashtami : ગોંડલમાં યોજાઇ ભવ્ય શોભાયાત્રા
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના નાદ સાથે ગોંડલ ભગવતપરા પટેલ વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. હિન્દુ ઉત્સવ સમિતિના આયોજકો, સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે પૂજન અર્ચન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન...
01:06 PM Sep 07, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
નંદ ઘેર આનંદ ભૈયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખીના નાદ સાથે ગોંડલ ભગવતપરા પટેલ વાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. હિન્દુ ઉત્સવ સમિતિના આયોજકો, સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે પૂજન અર્ચન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું
41 વર્ષથી યોજાય છે શોભાયાત્રા
ગોંડલ શહેરમાં 41 વર્ષ થી હિંદુ ઉત્સવ સમિતિનાં નેજા હેઠળ શહેરનાં વિવિધ વિસ્તારોમાં અનેક અલગ અલગ મંડળો દ્વારા જન્માષ્ટમી મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ આજે આઠમ ના દિવસે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન હિન્દુ ઉત્સવ સમિતિ ના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, યુવા આગેવાન જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, વડ વાળી જગ્યા ના મહંત સીતારામબાપુ, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નગરિકબેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, પટેલ સમાજના અગ્રણી રસિકભાઈ મારકણાં, વિશ્વ હિન્દુ પરિસદ, બજરંગ દળ, આરએસએસ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, સ્વામિનારાયણ મંદિર ના સંતો મહંતો ના હસ્તે શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા માં 45 થી પણ વધુ અલગ અલગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઠેર ઠેર ભવ્ય સ્વાગત
શોભાયાત્રા દરમિયાન રૂટ પર આવતા અનેક નાના મોટા ફ્લોટ્સ, ગ્રૂપો દ્વારા હિન્દુ ઉત્સવ સમિતિ ના ગ્રુપનું ભવ્ય થી અતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાઓ પર અલગ અલગ ગ્રુપ દ્વારા પાણી, આયુર્વેદિક છાસ, કોલ્ડ્રિક્સ, સરબત, આઈસ્ક્રીમ સહિતનો પ્રસાદ આપવામાં આવે છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ પોલીસ ના PI, PSI, SRP જવાનો, GRD જવાનો, ટ્રાફિક પોલીસ ના જવાનો સહિત 150 થી પણ વધુ સ્ટાફ ખડેપગે તૈનાત રખાયો છે.
Next Article