ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : ફિલ્મના રેટિંગના નામે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ, આવી રીતે ચાલતું હતું Fraud

સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફિલ્મના રેટિંગના નામે છેતરપિંડી આચરતી ટોળકીને ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓ વધી...
06:47 PM May 23, 2023 IST | Viral Joshi

સુરત શહેરમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફિલ્મના રેટિંગના નામે છેતરપિંડી આચરતી ટોળકીને ઝડપી પાડવામાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓ વધી

સુરત શહેરમાં સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ જેમ સુરત શહેરના લોકો ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ઓનલાઇન છેતરપિંડીમાં યેન કેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોય છે. સતત વધતી છેતરપિંડીની ઘટનાથી સાયબર ક્રાઇમ પોલીસ પણ હવે એક્ટિવ બની છે અને છેતરપિંડી કરનારાઓને શોધી શોધી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

ફિલ્મ રેટીંગના નામે છેતરપિંડી

સુરત શહેરમાં ટેલીગ્રામ ઉપર અલગ-અલગ ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરી કમિશન આપવાનું જણાવી ફેક લીંક મોકલી તેમાં અલગ અલગ ટાસ્ક પેટે કુલ્લે રૂ. 14,38,691/- અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓના એકાઉન્ટમાં પોલીસે 5,93,011 ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી છે.

14.52 લાખ પડાવ્યા

આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓએ ગઇ તા. 31/01/023 થી તા. 04/04/2023 દરમ્યાન દરેક વખતે અલગ- અલગ ટેલીગ્રામ એકાઉન્ટ ના ધારક તથા અલગ-અલગ બેંક એકાઉન્ટોના ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેક લીંક ફરીયાદીશ્રીના ટેલીગ્રામ એકાઉન્ટમાં મોકલી ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાથી સારૂ એવુ કમિશન મળશે તેમ જણાવી ફિલ્મ રેટીંગના અલગ અલગ ટાસ્ક માટે કુલ રૂ. 14,52,391/- ટ્રાન્સફર કરાવી લીધા હતા.

પોલીસે 5.93 લાખ કર્યાં ફ્રીઝ

આ ઉપરાંત ફિલ્મ રેટીંગના ટાસ્ક પુર્ણ કરવાના કમિશન પેટે કુલ્લે રૂ.13,700/- પરત આપેલા તેમજ ફિલ્મ રેટીંગના ટાસ્ક માટે ભરેલ રૂપીયા પૈકી રૂ. 14,38,691 પરત ન આપી છેતરપિંડી કરી હતી. આ ગુન્હામાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ્લે રૂ. 5,93,011/- ફ્રીઝ કરાવવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે.

3 આરોપી ઝડપાયા

પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી (1) અમિત જીવાણી (2) નિખીલ પાનસેરીયા (3) ભાવેશ કાકડીયા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીઓએ આ છેતરપિંડી કેવી રીતે સાચવી છે એની પણ તપાસ શરૂ કરી છે અને આ આરોપીઓએ અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આંચરી છે તેની તપાસ પણ શરૂ કરી છે.

અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ઈશિતા કિશોરએ કર્યુ ટૉપ, છોકરીઓએ મારી બાજી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Crimecyber crimeFraudSurat
Next Article