ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગોંડલમાં ફોતરીના ગોડાઉનમાં આગ લાગી, ફોતરીનો મોટો જથ્થો સળગીને ખાખ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલનાં ગુંદાળા રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં મગફળીની ફોતરીના જથ્થામાં આગ લાગતા મોટો જથ્થો સળગી ખાખ થઈ ગયો હતો. અને ગોડાઉનના પ્લાસ્ટિકના પતરા પર ફટાકડો ઉડીને પડતા આગની ઘટના સર્જાઇ હતી. ત્યાર બાદ બનાવનાં પગલે...
10:04 AM Nov 04, 2023 IST | Maitri makwana
featuredImage featuredImage

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલનાં ગુંદાળા રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં મગફળીની ફોતરીના જથ્થામાં આગ લાગતા મોટો જથ્થો સળગી ખાખ થઈ ગયો હતો. અને ગોડાઉનના પ્લાસ્ટિકના પતરા પર ફટાકડો ઉડીને પડતા આગની ઘટના સર્જાઇ હતી. ત્યાર બાદ બનાવનાં પગલે દોડી ઉઠેલા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.આગને કારણે લાખોનું નુકસાન થયાનું જાણવા મળ્યુ હતુ.

મળતી માહિતી અનુસાર ગુંદાળા રોડ પર આવેલ ખેડુત ફીડ એન્ડ ફુડસ નામની દિપકભાઇ ડાયાભાઇ ઠુંમરની ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રે દસનાં સુમારે ગોડાઉનમાં પડેલા મગફળીની ફોતરીના જથ્થામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેની જાણ થતાં જ ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલીયા,ફાયર ચેરમેન રફીકભાઈ કઇડા સહિત ફાયર સ્ટાફ ઘટના સ્થળે બે ફાયર ફાઇટર સાથે દોડી ગયો. તે ઉપરાંત માર્કેટ યાર્ડ તથા જેતપુરથી પણ એક એક ફાયર ફાઇટરો દોડી આવીને આગ બુઝાવાના કામમાં લાગી ગયા હતા જેથી ત્રણ કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સાથે જ આગના બનાવની જાણ થતા યુવા અગ્રણી ગણેશભાઈ, નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,રાજેન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર બાજુમાંથી ફટાકડાનું રોકેટ ગોડાઉનનાં પ્લાસ્ટિકના છાપરા પર પડતા છાપરુ સળગતા તણખા ફોતરી પર પડતા આગ ફાટી નીકળી હતી.

આ પણ વાંચો -  ગોંડલ : રાજાશાહી વખતના બંને પુલો તાત્કાલીક ધોરણે હેવી વ્હીકલ માટે બંધ કરવાનો આદેશ કરતી નામદાર ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
fireGodownGondalindustriespeanut