Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોમનાથ મંદિર નજીક હોટેલમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ, અફરાતફરીનો માહોલ

અહેવાલ - અર્જુન વાળા ગીર સોમનાથ  સોમનાથ મંદિર નજીક હોટેલમાં લાગી આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. મંદિરથી ગામમાં જવાના માર્ગે આવેલ હોટેલ શિવદર્શનમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફરાતફરીમચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા...
સોમનાથ મંદિર નજીક હોટેલમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટ ના કારણે લાગી આગ  અફરાતફરીનો માહોલ

અહેવાલ - અર્જુન વાળા ગીર સોમનાથ 

Advertisement

સોમનાથ મંદિર નજીક હોટેલમાં લાગી આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. મંદિરથી ગામમાં જવાના માર્ગે આવેલ હોટેલ શિવદર્શનમાં ત્રીજા માળે શોર્ટ સર્કિટથી આગ લાગતાં અફરાતફરીમચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર ફાઇટરને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રભાસ પાટણ સોમનાથ મંદિર તરફ જતા રોડ ઉપર તાલુકા શાળા પાસે લાલભાઈ અટારાની શિવદર્શન નામની હોટલ આવેલ છે. જ્યાં મોડી સાંજના અરસામા હોટલના ત્રીજા માળે એક રૂમમાં લાઈટની સ્વીચ ચાલુ કરતા શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલ અને આગ વિકાર સ્વરૂપ ધારણ કરેલ અને હોટલનો સ્ટાફ અને આજુબાજુના લોકો મદદે પહોંચ્યા હતા. આગને કાબુ કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતો.

Advertisement

આ બાબતની જાણ નગરપાલિકાના પ્રમુખ પદવીબેન જાની અને તેમના પતિ જય દેવ જાનીને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવેલ. પરંતુ આગ ઉપર હોટલનો સ્ટાફ અને સ્થાનિક લોકોએ કાબુ મેળવી લીધેલ અને કોઈ મોટી જાનહાની ટળી હતી. જોકે એસી બળી જવાની આગ લાગી હોવાનુ જાણવા મળેલ. હોટલમાં આગ લાગતાં આ વિસ્તારમાં હોટલ અને રહેણાક વિસ્તાર આવેલ હોય હોટલના રૂમમાં ગાદલા અનેની વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી. અને કોઇ જાનહાની થઈ ન હતી.

આ પણ વાંચો - ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગર પાલિકા એલર્ટ મોડમાં

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.