Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ફ્રૂટ વહેંચનારની દીકરી રાજ્યમાં આવી અવ્વલ

આજ રોજ ધો.-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી ગોંડલ શહેરની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ગંગોત્રી સ્કૂલ ધો.-10 ની જેમ ધો.-12 ના સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ ઊભરી આવ્યું છે. આ વર્ષે ઝાલા રાજવીએ 99.99 PR...
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ફ્રૂટ વહેંચનારની દીકરી રાજ્યમાં આવી અવ્વલ

આજ રોજ ધો.-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી ગોંડલ શહેરની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ગંગોત્રી સ્કૂલ ધો.-10 ની જેમ ધો.-12 ના સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ ઊભરી આવ્યું છે. આ વર્ષે ઝાલા રાજવીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને, જ્યારે ગજેરા યશ્વી 99.94 PR સાથે સમગ્ર ગુજરાતમાં છઠ્ઠા સ્થાને રહેલ છે. તેમજ ઝાલા રાજવીએ 99.99 PR અને ગજેરા યશ્વી 99.94 PR મેળવી ગોંડલ શહેરનું પણ ગૌરવ વધાર્યું છે.

Advertisement

સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ 73.22 % આવ્યું છે અને રાજકોટ જિલ્લાનું પરિણામ 79.94 % આવ્યું છે ત્યારે ગોંડલનું પરિણામ 79.94 % છે. જેમાં બોર્ડ ટોપટેનમાં 02 વિદ્યાર્થીઓ અને 99 PR UP ગંગોત્રી સ્કૂલના 19 વિદ્યાર્થીઓ, 98 PR UP 22 વિદ્યાર્થીઓ, 97 PR UP 27 વિદ્યાર્થીઓ, 96 PR UP 36 વિદ્યાર્થીઓ અને 90 PR UP 59 વિદ્યાર્થીઓ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે. જેમાં A1 ગ્રેડ 06 વિદ્યાર્થીઓને અને A2 ગ્રેડ 35 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. તેમજ આજરોજ જાહેર થયેલ 12 કોમર્સના પરિણામમાં ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓમાં 700 ગુણ માંથી 600 ગુણથી વધુ ગુણ મેળવતા 20 વિદ્યાર્થીઓ રહ્યા છે.

Advertisement

આ તકે ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપભાઈ છોટાળા અને આચાર્ય કિરણ મેડમે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તથા આવા શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તજ્જ્ઞ શિક્ષકો, મેનેજમેન્ટ ટીમ, વિદ્યાર્થીઓની મહેનત તથા વાલીશ્રીને આપ્યો હતો અને આવનારા સમયમાં આવું ઉત્કૃષ્ટ પરિણામ આપવા અમે પ્રતિબદ્ધ છીએ તેવું સંદિપભાઈ છોટાળાએ કહ્યું હતું. ગયા વર્ષે પણ દેવળીયા દેવાંગી 667 ગુણ સાથે 99.99 PR લાવી સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ રહી હતી.

Advertisement

આ વર્ષે ધોરણ 10 માં પણ આવું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે જેમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં ટોપ 10 માં 5 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. તથા A1 ગ્રેડ મેળવનાર 26 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ મેળવનાર 66 વિદ્યાર્થીઓ રહ્યા છે. આવું જ ધોરણ 12 સાયન્સમાં પરિણામ મેળવ્યું છે. જેમાં મકવાણા જય ગુજરાત બોર્ડમાં કુલ 650 ગુણમાંથી 588 ગુણ સાથે 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સામાન્ય પરિવારની દીકરી ઝાલા રાજવીએ ધોરણ-12 કોમર્સ ની પરીક્ષામાં મેળવ્યું અવિસ્મરણીય પરિણામ

આજરોજ ધોરણ 12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી ઝાલા રાજવીએ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં પ્રથમ સ્થાન મેળવ્યું. ઝાલા રાજવી એક સામાન્ય પરિવારની દીકરી છે. તેના પિતા ફ્રૂટ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એવી ઝાલા રાજવીના ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. ઝાલા રાજવીએ ધોરણ-12 માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે મહેનતુ દીકરીએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી શ્રેષ્ઠ નામ કરી બતાવ્યું છે. તેમના કહેવા મુજબ તેઓ આ ઉત્તમ પરિણામનો સમગ્ર શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. ગંગોત્રી સ્કૂલની શૈક્ષણિક પદ્ધતિ અને સતત વ્યક્તિગત માર્ગદર્શનઅને કાળજી આ સ્કૂલમાં અપાય છે અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરના વિશેષ માર્ગદર્શનથી હું આવું શ્રેષ્ઠ પરિણામ મેળવી શકી છું. હવે ઝાલા રાજવી આગળ C.A નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે. આવું શ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ સ્કૂલનું, સમાજનું અને પરિવારનું ગૌરવ વધારવા બદલ ફાઉન્ડર ચેરમેન સંદિપસર છોટાળા તેમજ પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા ઝાલા રાજવી અને તેમના પરિવારને મીઠું મોઢું કરાવી તેમની ઉત્તમ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

ગજેરા યશ્વીએ ધોરણ-12 કોમર્સ ની પરીક્ષામાં ઝળહળતું મેળવ્યું પરિણામ

આજરોજ ધોરણ-12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી ગજેરા યશ્વીએ 99.94 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં છઠું સ્થાન મેળવી સફળતાનો ડંકો વગાડ્યો છે. ગજેરા યશ્વી એક વેપારી પરિવારની દીકરી છે. ગજેરા યશ્વીએ ધોરણ-12 માં વર્ષ ભરનું આયોજનપૂર્વક શૈક્ષણિક કાર્ય ખૂબ જ નિયમિતતા, ઉત્સાહ અને એકાગ્રતાથી પૂર્ણ કર્યું છે. તેમણે ધોરણ 12 માં દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપી તેમની નાનામાં નાની બાબત પણ ખૂબ જ ધ્યાનપૂર્વક શીખી છે. આવા ઉજ્જવળ પરિણામ માટે ગજેરા યશ્વી પોતાના પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલનાં ફાઉન્ડર અને ચેરમેન સંદિપ સર છોટાળાના માર્ગદર્શનને આપે છે. તેમના કહેવા મુજબ આ શાળામાં ખૂબ જ ચોક્કસ, સચોટ અને વ્યક્તિગત માર્ગદર્શનના કારણે કોઈપણ વિદ્યાર્થી આવું સુંદર પરિણામ ગંગોત્રી સ્કૂલમાં બનાવી શકે છે. આ તકે ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ સર છોટાળા તેમજ આચાર્ય કિરણ મેડમે ગજેરા યશ્વી તેમજ તેમના પરિવારને આવા શ્રેષ્ઠ પરિણામ બદલ તેમજ ઉચ્ચ કારકિર્દી માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ગજેરા યશ્વી હવે ધોરણ 12 પછી C.A. કોર્ષમાં અભ્યાસ કરી આગળ પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા માગે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાની, ગોંડલ

આ પણ વાંચો : બાબા બાગેશ્વર આજે સોમનાથ દાદાના દર્શન કરશે, જાણો તેમના આજના કાર્યક્રમ વિશે…

Tags :
Advertisement

.