Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈડરની યુવતી પાસે દહેજ માંગી છુટાછેડાની ધમકી આપતા ત્રણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ

ઈડરના રામદેવપીર મહોલ્લામાં રહેતી એક યુવતીને લગ્નના 6 વર્ષ પછી તેણીના હિંમતનગર સ્થિત પતિ, સસરા અને સાસુ ધ્વારા અવારનવાર ઘરકામ બાબતે ઝઘડા કરી, છેલ્લા બે વર્ષથી આ યુવતીને તું ભિખારી બાપની દિકરી છે. અને કરીયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી...
ઈડરની યુવતી પાસે દહેજ માંગી છુટાછેડાની ધમકી આપતા ત્રણ વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ

ઈડરના રામદેવપીર મહોલ્લામાં રહેતી એક યુવતીને લગ્નના 6 વર્ષ પછી તેણીના હિંમતનગર સ્થિત પતિ, સસરા અને સાસુ ધ્વારા અવારનવાર ઘરકામ બાબતે ઝઘડા કરી, છેલ્લા બે વર્ષથી આ યુવતીને તું ભિખારી બાપની દિકરી છે. અને કરીયાવરમાં કંઈ લાવી નથી તેમ કહી તેણીના સસરા આ યુવતીને કહેતા હતા કે કમાઈને લાવ અને મને મારો દિકરો ઘરે બેઠા બેઠા ખાશે તેમ કહી ગાળો બોલી દહેજ પેટે રૂ. 50 હજાર આપ અથવા તો છુટાછેડા આપો તેમ કહી સાસુ અને સસરા યુવતીના પતિને ઉશ્કેરણી કરી ઘરેથી કાઢી મૂકી શારિરીક અને માનસિક ત્રાસ અપાતા આ પીડીત યુવતીએ શુક્રવારે ત્રણેય વિરૂધ્ધ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

આ અંગે હિંમતનગર શિત્તલબેન ભીખાભાઈ મારવાડીએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન વર્ષ ૨૦૧૭માં હિંમતનગરના ગીરધરનગરમાં રહેતા સુરેશભાઈ ધનાજી મારવાડી સાથે કરાયા હતા. લગ્નના બે વર્ષ પછી તેણીના પતિ સુરેશભાઈ મારવાડી, સસરા ધનાજી સમતરાજી અને સાસુ ટીપુબેન ધ્વારા અવારનવાર ઘરમાં શિત્તલબેનને એવું કહેતા હતા કે તું ભિખારી બાપની દિકરી છે અને કરીયાવરમાં કંઈ લાવેલ નથી.

ત્યારબાદ ઘરનું શિખવાડયું નથી તેમ કહી મહેણા મારવામાં આવતા હતા. એટલુ જ નહી પણ સાસુ અને સસરા એવું કહેતા કે તું કમાઈને લાવ અને મારો દિકરો સુરેશ ઘરે બેઠા બેઠા ખાશે. તેમ કહેતા શિત્તલબેને સમજાવ્યું હતુ કે અમે ક્યાં કમાવા જઈએ તેમ કહેતા શિત્તલબેનના પતિ સુરેશભાઈએ ગડદાપાટુનો માર મારી ગાળો બોલી કહ્યું હતુ કે રૂા. ૫૦ હજાર દહેજ પેટે આપો અથવા છૂટાછેડા આપો તેમ કહી ગડદાપાટુનો માર મારી શિત્તલબેનને કે હિંમતનગર સ્થિત સાસરીમાંથી કાઢી મૂકી હતી. જેથી શિત્તલબેને કંટાળીને પતિ,સાસુ અને સસરા વિરૂધ્ધ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

આ પણ વાંચો - 7 કલાકની જહેમતના અંતે કેરાળા GIDC ની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી

આ પણ વાંચો - ગોંડલ નાગરિક સહકારી બેંકે કર્યો રેકોર્ડબ્રેક નફો, 68મી સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજુ કરાયો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.