ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી મારી નાખીશ' : યુવતીને ધમકી 

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ ( Gondal)માં યુવતીને ધમકી આપનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂર્વ પ્રેમિકાની બીજે સગાઈ થઈ જતા પાટીદડના અજય મકવાણાએ બન્નેના જુના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી...
03:10 PM Jul 27, 2023 IST | Vipul Pandya
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ 
ગોંડલ ( Gondal)માં યુવતીને ધમકી આપનારા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂર્વ પ્રેમિકાની બીજે સગાઈ થઈ જતા પાટીદડના અજય મકવાણાએ બન્નેના જુના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તને બીજાની નહીં થવા દઉં, બીજે લગ્ન કર્યા તો જાનથી મારી નખીશ તેમ ફોન પર વાત કરી યુવતીને ધમકી આપતા ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે.
બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો
23 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા માતા, મારા ભાઇ - બહેન એમ પરિવાર સાથે રહું છું. મારા પિતા આશરે પંદરેક વર્ષ પહેલા અવસાન પામ્યા છે. આશરે ત્રણેક વર્ષ પહેલા હું ગોંડલમાં ખરીદી કરવા માટે આવતી હતી અને ત્યારે ગોંડલ બસ સ્ટેન્ડમાં પાટીદડના અજય મકવાણા સાથે મારો સંપર્ક થયો હતો. અમારા બંને વચ્ચે ફોનમાં વાતચીત થતા અમારા બંને વચ્ચે પ્રેમ સંબધ બંધાયેલ હતો.
 યુવતીએ સંબંધ તોડી નાંખ્યો હતો
 અજય મકવાણા કાંઇ કામ ધંધો કરતો ન હોય અને રખડતો હોય જેથી મેં છેલ્લા એક વર્ષથી સંબધ તોડી નાખેલ. આ પછી મારી સાથે લગ્ન કરવા મને અવાર નવાર ફોન કરી કહેતો હતો. આ દરમિયાન મારી સગાઇ રાજકોટના યુવાન સાથે થઈ. જેની જાણ અજયને થતા તા.3/7/2023 ના રોજ સાંજના સાડા આઠેક વાગ્યે હું મારા ઘરે હાજર હતી ત્યારે મને મારા મોબાઇલ નંબર ઉપર ફોન આવેલ અને મને કહેલ કે, અજય મકવાણા બોલું છું.
તને બીજાની નહીં થવા દઉં અને તને મારી નાખીશ
આપણા બંને વચ્ચે પ્રેમ સંબધ છે તો તે કેમ બીજે સગાઇ કરી? તેમ કહી મને જેમ ફાવે તેમ અપશબ્દો બોલવા લાગેલ અને મને કહેવા લાગેલ કે, આપણા વચ્ચે જે પ્રેમ સંબંધ હતા તેના ફોટા મારી પાસે પડેલ છે. જો તું બીજે લગ્ન કરીશ તો હુ તારા ફોટા વાયરલ કરી દઇશ. તને બીજાની નહીં થવા દઉં અને તને મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. વધુમાં યુવતીએ જણાવ્યું કે, આ અંગેની વાત મેં મારા માતા તથા મારા માસાને કરેલ. જે પછી અમે વકીલ પાસે અરજી તૈયાર કરાવડાવી રાજકોટ એસપીને મોકલી હતી. જે પછી ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો----ગોંડલ શહેર માં રૂરલ LCB એ સિંઘમ સ્ટાઇલમાં દારૂનું કન્ટેનર ઝડપી પાડ્યું
Tags :
GondalpoliceThreat
Next Article