Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બેંક ઓફ ઇન્ડિયાને ખોટું સોનું આપીને લોન લેનાર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

અહેવાલ - પ્રદિપ કચીયા ઓઢવમાં બેંકમાં ખોટું સોનું જમા કરાવી લોન લેનારા બે વ્યક્તિઓ અને ખોટા સોનાને સાચું હોવાનું પ્રમાણપત્ર આપનાર સોની સહીત ત્રણ લોકો વિરુદ્ધ બેંકના મેનેજરે ફરિયાદ નોધાવી છે. બેંક ઓફ ઇન્ડીયાના ઓઢવ બ્રાંચના મેનેજરે ફરિયાદ નોંધાવી છે...
12:51 PM Aug 01, 2023 IST | Hardik Shah

અહેવાલ - પ્રદિપ કચીયા

ઓઢવમાં બેંકમાં ખોટું સોનું જમા કરાવી લોન લેનારા બે વ્યક્તિઓ અને ખોટા સોનાને સાચું હોવાનું પ્રમાણપત્ર આપનાર સોની સહીત ત્રણ લોકો વિરુદ્ધ બેંકના મેનેજરે ફરિયાદ નોધાવી છે.

બેંક ઓફ ઇન્ડીયાના ઓઢવ બ્રાંચના મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે, અલ્પેશ સિંહ ચૌહાણ અને કિંજલ બેન પંચાલ નામના બે વ્યક્તિઓ બેંકમાં સોનું ગીરવે મુકીને ગોલ્ડ લોન લીધી હતી. રાજુ ભાઈ સોની નામના વ્યક્તિએ ગીરવે મૂકેલા બગસરાના સોનાને સાચું સોનું હોવાનું પ્રમાણપત્ર આપ્યું હતું. તેના આધારે બેંકે ગોલ્ડ લોન આપી હતી અને બાદમાં જ્યારે અલ્પેશસિંહ અને કિંજલબેન લોનના હપ્તા ભરતા નહોતા. તેથી સોનાની ખરાઈ બીજા સોની પાસે કરાવી હતી જેમાં હકીકત સામે આવી હતી કે, બેંકમાં ગીરવે મૂકેલું સોનું ખોટું હતું. તેથી આ બાબતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં રાજુ સોની, અલ્પેશસિંહ ચૌહાણ તથા કિંજલબેન પંચાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઓઢવની બેંક ઓફ ઇન્ડીયાની બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને બેન્કના સોનાના વેલ્યુલર તરીકે રાજુભાઈ સોની નક્કી કરવામાં આવેલા છે. આ બેંકમાંથી બે વ્યક્તિઓએ ગોલ્ડ ધિરાણ ઉપર લોન લીધી હતી. તેમાં કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી અલ્પેશસિંહ ચૌહાણે બેંકમાંથી 6.23 લાખની લોન લીધી હતી તથા ઓઢવ વિસ્તારના રહેવાસી કિંજલ પંચાલ નામની મહિલાએ પણ બેંકમાંથી 3.50 લાખની ગોલ્ડ લોન લીધી હતી. જેમાં અલ્પેશસિંહે લીધેલી લોનમાંથી 2.75 લાખ જમા કરાવી દીધા હતા અને કિંજલ બેને 25 હજાર જમા કરાવ્યા હતા.

ત્યારબાદ બંને વ્યક્તિઓ લોનના હપ્તા ભરતા નહોતા અને બેંક દ્વારા અનેક વખત નોટીસો પણ મોકલવામાં આવી હતી. તે છતાંય લોનના બાકી નીકળતા રૂપિયા ભરતા નહોતા. બાદમાં બેંક દ્વારા અન્ય એક સોની પાસે બંનેએ જમા કરાવેલા દાગીના ચેક કરાવતા દાગીના બગસરાના હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બેંક વતી મેનેજરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - 16 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીની ધરપકડ કરતા વધુ 6 ગુનાનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો - Junagadh News : જૂનાગઢની જનતાએ SP ને આપ્યું એવું સન્માન કે તમે ક્યાંય નહીં જોયું હોય, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bank of Indiaborrowercomplaint was filedOdhav police stationwrong gold
Next Article