ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજીમાં વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની સ્થાપના પહેલાની 17 દિવસની 17 રાજ્યોની યાત્રા સંપન્ન

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી    શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આવનારા સમયમાં અંબાજી ખાતે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત...
02:42 PM May 06, 2023 IST | Vishal Dave

અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી 

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આવનારા સમયમાં અંબાજી ખાતે વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આ વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર આવનારા સમયમાં અંબાજી મંદિર ખાતે મૂકવામાં આવશે ત્યારે શ્રીયંત્ર ની કામગીરીમાં કોઈ વિધ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા યાત્રાધામ અંબાજી મંદિર થી શ્રીયંત્રની પ્રતિકૃતિ લાવીને દેશભરમાં યાત્રાનો પ્રારંભ કરાયો હતો.

આ યાત્રા આજે 17 દિવસ બાદ અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાની પૂર્ણાહુતિમાં બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિરના વહીવટદાર હાજર રહ્યા હતા.અંબાજી થી 17 દીવસ અગાઉ શરૂ થયેલી યાત્રા આજે અંબાજી ખાતે પુર્ણ થઈ હતી. અંબાજી યાત્રા પૂર્ણ કરતા જય ભોલે ગ્રુપ, 17 દિવસમાં 17 રાજ્યોનાં 17 મંદિરોની યાત્રા કરાઈ છે.

જય ભોલે ગ્રુપ ના સભ્યો દ્વારા 17 દિવસમાં 17 રાજ્યોના 17 મંદિરોની મુલાકાત દર્શન કરાયા હતા અને ત્યારબાદ શ્રી યંત્ર બનાવવાની કામગીરીમાં કોઈપણ પ્રકારનો વિધ્ન ન આવે અને ઝડપી કામગીરી પૂર્ણ થાય તે હેતુથી આ યાત્રા દેશભરમાં શરૂ કરાઈ હતી જેમાં 11,000 km ની યાત્રા 17 દિવસ બાદ આજે પૂર્ણ થઈ હતી અને આજે જય ભોલે ગ્રુપના સભ્યો અને તેમના ટીમના મેમ્બર અંબાજી ખાતે આવ્યા હતા અને અંબાજી મંદિર ખાતે પ્રતિકૃતિ શ્રી યંત્રની પૂજા અર્ચના કરાઈ હતી અને ત્યારબાદ આવનારા સમયમાં અંબાજી મંદિર ખાતે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર સ્થાપિત થવાનું છે.

જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 17 દિવસમાં ચારધામ, ચાર મઠ અને 17 મંદિરોની અમે મુલાકાત લીધી છે અને શ્રીયંત્ર જે વિશ્વનું સૌથી મોટું બનવા જઈ રહ્યું છે તેના નિર્માણમાં કોઈપણ પ્રકારનું વિધ્ન ન આવે તે માટે આ યાત્રા શરૂ કરાઈ હતી .

 

આજે વિના વિધ્ને આ યાત્રા પૂર્ણ થઈ છે. હજુ વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર ની કામગીરી પુર્ણ થતાં બે મહિના જેટલો સમય લાગશે. વરૂણ બરનવાલ, અંબાજી મંદિર ચેરમેન, સિદ્ધિ વર્મા અંબાજી મંદિર સહિત જય ભોલે ગ્રુપના સભ્યો અંબાજી મંદિરના સ્ટાફ સહિત બ્રાહ્મણ હાજર રહ્યા હતા.

Tags :
17 statesAmbajicompletedinstallationjourneySri Yantra
Next Article