Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHHOTA UDAIPUR: 9 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ! હસ્તકલાને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ

વારલી ચિત્રકલા વારલી આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા છે વારલી પેન્ટિંગ કલાની જિજ્ઞાસાએ તેમના મનમાં જન્મ લીધો સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે CHHOTA UDAIPUR: વારલી ચિત્રકલા દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા મહારાષ્ટ્રના થાણે...
chhota udaipur  9 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ  હસ્તકલાને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ
  1. વારલી ચિત્રકલા વારલી આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા છે
  2. વારલી પેન્ટિંગ કલાની જિજ્ઞાસાએ તેમના મનમાં જન્મ લીધો
  3. સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે

CHHOTA UDAIPUR: વારલી ચિત્રકલા દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી (ભીલ) આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા છે. અર્ચના એ સૌપ્રથમવાર તેના પોતાના લગ્નમાં વારલી હસ્તકલા જોઈ હતી. ત્યારબાદ તેને જોઈ તે પ્રભાવિત થઈ હતી. અને વારલી પેન્ટિંગ કલાની જિજ્ઞાસાએ તેમના મનમાં જન્મ લીધો હતો. ત્યારબાદ તેઓએ તેના ઉપર શીખવાનું કાર્ય શરૂ કર્યું હતું. અથાગ પ્રયત્નો અને પરિશ્રમ બાદ જેમાં તે આજે નિપુણ થઈ ચૂકી છે, તો લુપ્ત થતી હસ્તકલાને જીવંત રાખવા અનેક લોકો સુધી પહોંચાડી પણ રહી છે.

Advertisement

આ પણ વાંચો: પ્રાથમિક શાળાના શિક્ષિકા હતાં Mr. India, વિદેશમાં રહેવાનો લઈ રહ્યાં હતાં પગાર

Advertisement

આઇટી સુધીનો અભ્યાસ કરનાર અર્ચના રાઠવા

અર્ચના રાઠવા એ આઇ.ટી સુધીનો અભ્યાસ કર્યો છે. આઇટી સુધીનો અભ્યાસ કરનાર અર્ચના રાઠવા એ કલા પ્રેમી પણ છે. હાલ એક કલાકાર તરીકેની જવાબદારી નિભાવી રહી છે. ત્યારે અર્ચનાએ આઇ.ટીના અભ્યાસ બાદ તે દિશામાં આગળ વધવાની જગ્યાએ હસ્તકલાના વારસાને સાચવી રાખવા શું કરી શકાય? તે વિષય ઉપર વિચાર વિમર્શ કર્યો અને તેના વિચારને તેના પરિવાર સમક્ષ મુકી પરિવારનો પણ સહકાર મળી આવતા તેના કૌશલ્યના આધારે કાર્યને પાર પાડી અંજામ આપી રહી છે.

આ પણ વાંચો: PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

Advertisement

ઘરની મુખ્ય દિવાલ ચિત્રો દોરવામાં આવતા હતા

વારલી ચિત્ર કલા ઉપર અર્ચના તો કામ કરી રહી છે. પરંતુ આ વારસો આગળ વધે તે માટે અનેક ને તાલીમ આપી સમાજ પ્રત્યેની કલા અને સંસ્કૃતિ જીવંત રહે તે માટે ની મોટી જવાબદારી પણ અદા કરી રહી છે. વારલી પેઇન્ટિંગ લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. હવે આ ચિત્ર કલા ઘરમાં સુશોભન માટે મુકવામાં આવતા પોટ, કી -ચેન, બોટલ, કેનવાસ અને ચિનાઈ માટીના વાસણો ઉપર પણ કરવામાં આવે છે. તેના આકર્ષણને પણ વેગ મળતો થયો છે.

આ પણ વાંચો: યુવા કૌશલ્ય દિવસે ગુજરાત ફર્સ્ટે પ્રસારિત કર્યો હતો અહેવાલ, હવે રાજ્ય સ્તરે લેવાઈ નોંધ

પ્રાચીન કાળની ચિત્રકળા લુપ્ત થવાના આરે

આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો પણ જોવા મળે છે. આ અદ્‌ભૂત ચિત્રકલા હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું પણ માનવામાં આવે છે. પરંતુ અર્ચના રાઠવા જેવા કલા પ્રેમીઓ આજે પણ છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) જિલ્લામાં હયાત છે. તે છોટાઉદેપુર (CHHOTA UDAIPUR) જિલ્લાના લોકોનું સૌભાગ્ય છે તેમ કહીએ તો ખોટું નથી.

અહેવાલઃ તૌફિક શેખ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.