ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

થરાદના 6 ગામોના 45 લાભાર્થીઓને TDO ના હસ્તે પ્લોટ ફાળવણી કરવામાં આવી 

TDO ના હસ્તે પ્લોટ ફાળવણી કરવામાં આવી  : થરાદ તાલુકાના 6 ગામોના પરિવારોને TDO ના અધ્યક્ષતામાં ગઈ કાલે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના 45 લાભાર્થીઓને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી હતી અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરીયાણા કીટ આપવામાં...
11:24 AM Mar 17, 2024 IST | Harsh Bhatt
TDO ના હસ્તે પ્લોટ ફાળવણી કરવામાં આવી  : થરાદ તાલુકાના 6 ગામોના પરિવારોને TDO ના અધ્યક્ષતામાં ગઈ કાલે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના 45 લાભાર્થીઓને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી હતી અને વિચરતી વિમુક્ત જાતિના લોકોને કરીયાણા કીટ આપવામાં આવી હતી.

પ્લોટ વિતરણ

થરાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ગઈ કાલે TDO ના અધ્યક્ષતામાં તાલુકાના ઘર વગરના લોકોને પ્લોટની ફાળવણી અને સણદો આપવામાં આવી હતી TDO એ જણાવ્યું હતું કે છ માર્ચના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં છ તાલુકાના લાભાર્થીઓની અરજીઓ આવી હતી. જેમાંથી અરજીઓ ધ્યાને લઈ છે છ ગામોના 45 જેટલા લાભાર્થીઓના પ્લોટ મંજૂર કર્યા છે અને શણદ વિતરણ કરવામાં આવી છે. પ્લોટ વિતરણ કાર્યક્રમ બાદ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાલુકા પંચાયત ખાતે આવેલ દાનમાંથી વિચરતી વિમુક્ત જાતિ ના લોકોને કરિયાણાની કીટ વિતરણ પણ કરવામાં આવી હતી.
દિવાળીબેન વાદી સણદોની ફાળવણી થતાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા ત્રીસ વર્ષથી છાપરાં બાંધી રહેતા કોઈ અમારો આધાર ન હતો આજે અમને મફત પ્લોટ સણદોની ફાળવણી કરવામાં આવતાં આખો પરીવાર અમારો વહીવટી તંત્રનો આભાર માને છે.
અહેવાલ : યશપાલસિંહ વાઘેલા  
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીની Boys Hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
ALLOTEDbeneficiariesGujarathomelesslocal newsplotTDOTharad
Next Article