Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kadodara : કડોદરા GIDC પોલીસ મથકમાં GRD ની હત્યા કેસમાં 4 ઝડપાયા

Kadodara : કડોદરા ( Kadodara) જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.જ્યારે હત્યાની સોપારી આપનાર મુખ્ય સુત્રોધર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. કિશન...
kadodara   કડોદરા gidc પોલીસ મથકમાં grd ની હત્યા કેસમાં 4 ઝડપાયા
Advertisement

Kadodara : કડોદરા ( Kadodara) જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા યુવકની હત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.જ્યારે હત્યાની સોપારી આપનાર મુખ્ય સુત્રોધર સહિતના આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

Advertisement

Advertisement

કિશન રાઠોડે પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા

કડોદરા GIDC પોલીસ મથકમાં GRD તરીકે નોકરી કરતા અને પલસાણા તાલુકાના શેઢાવ ગામે આમલેટની લારી ચલાવતો કિશન રાઠોડ નામનો યુવક ગત 20 તારીખના રોજ પોતાની લારી પર હાજર હતો તે દરમિયાન કેટલાક શખ્સો બાઈકો અને મોપેડ લઈ આવી કિશન રાઠોડ પર હુમલો કર્યો હતો.કિશન રાઠોડે પ્રતિકાર કરતા તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને મોતને ઘાટ ઉતારી તમામ ઈસમો ભાગી ગયા હતા.ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.અને હત્યારાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

Advertisement

ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી પકડાયા

સુરત જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફુટેજના આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર જેટલા ઇસમોને બે મોપેડ,રોકડા,ત્રણ મોબાઈલ સહિત 1.18 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.અને તેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓને કિશન રાઠોડની હત્યાની સોપારી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદવ એ આપી હોવાનું જણાવ્યું હતું.અને બાદમાં પૈસાની લાલચે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી,બે દિવસ રેકી કરી GRD જવાનની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલાની શોધખોળ

પોલીસે હાલ હત્યાના ગુનાના મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા લલન યાદ સહિત 9 જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી શિવકાંત ઝડપાશે બાદ જ ખબર પડશે સાચું હત્યાનું કારણ,પોલીસે મુખ્ય સૂત્રોધાર સહિતના આરોપીઓને ઝડપી લેવા ચક્રોતિમાન કર્યા છે.

અહેવાલ--ઉદય જાધવ, સુરત 

આ પણ વાંચો---AHMEDABAD : દેશી દારુ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારતાં ASI નું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×