Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇની મહાલક્ષ્મી કોપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા 3.15 કરોડની છેતરપિંડી

અહેવાલ---પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) ખાતે શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક હેડ ઓફિસ ડભોઇ ના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી ડોરમેટ ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યાનો બેંકના જનરલ મેનેજરે...
ડભોઇની મહાલક્ષ્મી કોપરેટીવ બેંકના કર્મચારીઓ દ્વારા 3 15 કરોડની છેતરપિંડી
અહેવાલ---પીન્ટુ પટેલ, ડભોઇ, વડોદરા
વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) ખાતે શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેન્ક હેડ ઓફિસ ડભોઇ ના જનરલ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને ઓફિસર ઉપર ખોટી સહીઓ કરી ડોરમેટ ખાતામાંથી રૂપિયા 3 કરોડ 15 લાખની ઉચાપત કર્યાનો બેંકના જનરલ મેનેજરે મેનેજર સહિત ત્રણ કર્મચારીઓ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ખોટી સહિઓ કરીને આચર્યું કૌભાંડ
સાધલી, કાયાવરોહણ, કરજણ, છોટાઉદેપુર, વડોદરા અને ડભોઇ મુકામે હેડ ઓફિસ ધરાવતી શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેંક ને રિઝર્વ બેન્ક દ્વારા તારીખ 3/ 3 /2023 થી 6 માસ માટે બેન્કિંગ કામ માટે પ્રતિબંધ મુકાયેલ છે. અને માત્ર રિકવરી કરવા જણાવેલ છે. આર.બી.આઈ દ્વારા તારીખ 11 જુલાઈ 2023 ના રોજ બેંકને શોકોઝ નોટિસ આપેલ ,જેમાં રૂ.3 કરોડ 15 લાખ ની ઉચાપત અનઓપરેટ બે ખાતામાંથી થયાની નોટિસ આપેલ હતી. બેંકના નવા નીમાયેલા ચેરમેન અરૂણભાઇ પટેલ દ્વારા આ બાબતે બેંકમાં તપાસ કરાવતા બેંકમાં ફરજ બજાવતા મેનેજર ,આસિસ્ટન્ટ મેનેજર તથા ઓફિસર દ્વારા સન્યાસી જીવન ગુજારતા સ્વામી દેવ સ્વરૂપદાસ ગુરુ કૃષ્ણપ્રસાદ અને સંતપ્રિય દાસ કૃષ્ણપ્રસાદ, નીલકંઠધામ ,ડભોઇના ખાતામાં અપૂરતુ બેલેન્સ હોવા છતાં અને બંને ઈશમોને ચેકબુક આપેલ ન હોવા છતાં બેંકમાં ફરજ બજાવતા જનરલ મેનેજર સુરેશભાઈ છોટાભાઈ પટેલ ( રહે.બી-૪૯, નીલાંબર આંગન સોમા તળાવ, વડોદરા) , જેઓને તારીખ 30 જૂન 2023 થી બેંકમાં ફ્રોડ કર્યો હોવાના કારણે છૂટા કરવામાં આવેલા છે. ત્યારે આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ મહેન્દ્રપ્રસાદ જોશી ( રહે. ઈ-1 અભિષેક એપાર્ટમેન્ટ રેવા ગરબા ગ્રાઉન્ડ પાસે વાઘોડિયા રોડ વડોદરા) અને ઓફિસર ઉમેશ શાંતિલાલ કંસારા ( રહે. બી-૨૪, શુભ લક્ષ્મી સોસાયટી વિશ્વામિત્રી રોડ માંજલપુર વડોદરા) દ્વારા ઉપરોક્ત બે ખાતેદારોના ખાતામાંથી ખોટી સહીઓ કરી, ચેક ઉપર પાસીંગ અને પોસ્ટિંગ કરનાર તરીકે આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ જોશી, ચેક ની પાછળ પાસ તથા રૂપીયા ઉપાડ કરનાર મેનેજર સુરેશભાઈની સહી અને ચેકના સુપરવાઇઝર તરીકે ઉમેશ કંસારાએ પાસીંગ કરીને બેંકના રિઝર્વ ફંડના નાના ઉપરોક્ત ખાતા ધારકોના નામથી ઉચાપત કરી બેન્ક ને આર્થિક દેવામાં ડુબાડી ગુનો કર્યાનું બહાર આવેલ છે.
ખોટી સહીઓ કરીને રૂ. 3.15 કરોડ ઉપાડી લીધા
જાણવા મળતી માહિતી મુજબ શ્રી મહાલક્ષ્મી કોપરેટીવ બેંકના આ ત્રણે કર્મચારીઓએ ડભોઇ ખાતે નીલકંઠ પાર્ક નજીક એક મંદિરના બે સંતોના ડોરમેટ (અન એક્ટિવ) એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. તેમજ આ કર્મચારીઓએ આ સંતોના ખાતામાં અલગ અલગ તારીખના ચેકો ભરી તેમના ખાતામાંથી રૂપિયા 3.15 કરોડ ઉપાડી લીધા હતા. પરંતુ અમદાવાદ ખાતે આવેલ આરબીઆઈ દ્વારા બેન્કને નોટિસ આપવામાં આવી હતી કે આ બંને ખાતેદારોના ખાતામાંથી ભેજાબાજે ખોટી સહીઓ કરીને રૂ. 3.15 કરોડ ઉપાડી લીધા છે અને આ બેંકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જેથી ત્રણેય સામે ફરિયાદ આપવા માટે જવાબદાર વ્યક્તિને જરૂરી સૂચનો કર્યા હતા.
પોલીસમાં નોંધાયો ગુનો 
 ખાતેદારો સ્વામી દેવ સ્વરૂપદાસ અને સ્વામી સંત પ્રિય દાસ ના ખાતા બિન ઓપરેટ (ડોરમેટ) હતા. અને આ ત્રણ દ્વારા, તારીખ 2 જુલાઇ 2022 થી તારીખ 3 નવેમ્બર 2022 સુધીમાં 36 ચેકો દ્વારા, દેવ સ્વરૂપ દાસના ખાતામાંથી રૂપિયા 1 કરોડ 40 લાખ અને સંતપ્રિય દાસ ના ખાતામાંથી 1 કરોડ 75 લાખ કુલ રૂપિયા 3 કરોડ15 લાખની ઉચાપત કરી હોય બેંકમાં હાલમાં મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજર તરીકે સેવા આપતા ગૌરાંગ ચંદ્રકાંત પંચોલી દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશને ઉચાપતનો ગુનો ઉપરોક્ત ત્રણ, જનરલ મેનેજર સુરેશભાઈ પટેલ, આસિસ્ટન્ટ મેનેજર યતિનભાઈ જોશી, અને ઓફિસર ઉમેશ કંસારા સામે દાખલ કરેલ છે. તથા બંને ખાતેદારોની તમામ વિગતો અને ચેક દ્વારા ઉપાડ કરનારના તમામ પુરાવાઓ પ્રમાણિત કરીને આપેલા છે .
કર્મચારીઓ સામે નોંધાવી ફરિયાદ
આરબીઆઈ દ્વારા બેંકને નોટિસ પાઠવવામાં આવી અને જવાબદાર વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારે બેંકના જનરલ મેનેજર ગૌરાંગ કુમાર ચંદ્રકાંત પંચોલીએ ડભોઇ પોલીસ સ્ટેશને આ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ કરતાં પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420 ,467, 468, 471, 408 ,120 અને B 34 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેની  તપાસ પી.એસ.આઇ. રીતેશકુમાર.આર.મિશ્રા કરી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પોતાના ઇન્સ્પેક્શન દરમિયાન રૂપિયા 3 કરોડ 15 લાખનો ફ્રોડ બહાર આવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.