ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch સરહદે BSFના 2 જવાન શહીદ, પેટ્રોલિંગમાં 5 જવાનને થઈ હતી ડીહાઈડ્રેશનની અસર

Kutch: કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, લખપત નજીક ના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે...
10:38 AM Jul 20, 2024 IST | VIMAL PRAJAPATI
2 BSF jawans martyred on Kutch border

Kutch: કચ્છ સરહદે બે સુરક્ષા જવાનના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડીહાઈડ્રેશનના કારણે ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, લખપત નજીક ના અટ્ટપટા ક્રિક વિસ્તારના પીલર નંબર 1136 પાસે આ દુઃખદ બનાવ બન્યો છે. મળતી જાણકારી પ્રમાણે પેટ્રોલિંગ દરમિયાન 5 જવાનોને અસર થઈ હતી. આ પાંચ જવાનોમાંથી એક જવાન અને અધિકારીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

BSF દ્વારા ઘટના અંગે વધુ તપાસ ચાલુ કરી દેવામાં આવી

નોંધનીય છે કે, સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળતાં ભારે ગમગીમ માહોલ જોવા મળી રહ્યો છે. જાણકારી પ્રમાણે બીએસએફ ઘટના અંગે વધુ તપાસ કરશે. આ સાથે બંને મૃતદેહ હાલ ભુજ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, સેનાના બે જવાનો શહીદ થયા ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ક્ચ્છ (Kutch) સરહદ પર બીએસએફના બે જવાન શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. લખપત નજીક આવેલ બોર્ડર આઉટ પોસ્ટ 1136 નજીક દલદલી ક્રિક પાસે આ ઘટના બની હતી. દલદલી ક્રિક નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રિકમાં ફસાઇ જતા પાણી ન મળવાના કારણે મોત થયા હોવાનું હોસ્પિટલ ચોકીના નિવેદનમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, બંને જવાનના મૃતદેહને તેમના વતન મોકલવામાં આવશે. પાંચ જવાનને ડ્રિહાઇડ્રેશનની અસર થવા પામી હતી.

આ પણ વાંચો: Porbandar: અતિવૃષ્ટિના કારણે 550 થી વધુ લોકોનું સ્થળાંતર, 1983 ના પૂર બાદ રેકોર્ડ બ્રેક વરસાદ

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થતા દ્વારકા ધમરોળાયું, Gujarat Firstનું ગ્રાઉન્ડ ઝીરો Reporting

આ પણ વાંચો: Idar તાલુકાના 15 ખેડૂતોને વાવ્યું મકાઈનું આ બોગસ બિયારણ, આખી સિઝન પર ફેરી વળ્યું પાણી

Tags :
2 BSF jawans martyred on Kutch border2 jawans martyred2 jawans martyred in kutchGujarati Newskutch borderKutch border NewsKutch newsVimal Prajapati
Next Article